If a message comes in the name of FedEx Courier, it will not open the link to the error
ફ્રોડ /
FedEx કુરિયરના નામે આવો આવે મેસેજ આવે તો ભુલથી પણ લિંક ઓપન ન કરતાં
Team VTV04:07 PM, 27 Jan 20
| Updated: 10:26 PM, 27 Jan 20
હેકર્સ અને સાયબર ક્રાઇમ કરતાં ગઠિયા લોકોના રુપિયા ખંખેરવા અવનવી તરકીબ એપનાવતા હાય છે. ઓનલાઇન ફ્રોડના કિસ્સા દેશમાં વધી રહ્યા છે. કયારેક આ ગઠિયાઓ પેટીએમના કેવાયસીના નામે તો ક્રેડિટ કે ડેબિટ કાર્ડ અપડેટ કરવાના બહાને ફોન કરીને કે પછી ઇ-મેઇલ મોકલીને લોકોને ફસાવે છે. હવે આ ગઠિયાઓ એટલે કે સ્કેમર્સ કુરિયર ડિલીવરીના નામે લોકોને મેસેજ મોકલીને લોકોને છેતરી રહ્યા છે.
ઓનલાઇન ફ્રોડના કિસ્સા દેશમાં વધી રહ્યા છે
આ ગઠિયાઓ એટલે કે સ્કેમર્સ કુરિયર ડિલીવરીના નામે લોકોને મેસેજ મોકલીને લોકોને છેતરી રહ્યા છે
બની શકે કે તમારા પર પણ આવો મેસેજ આવ્યો હોય. ગઠિયાઓ “Hi, your FEDEX package with tracking code IC-2972-6791-MN89 is waiting for you to set delivery preferences.” મેસેજ મોકલે છે. આ મેસેઝની સાથે એક લિંક પણ મોકલવામાં આવે છે. તેના પર ક્લિક કરતાં તમારા બેંક એકાઉન્ટની વિગત માગવામાં આવે છે. યબર ગઠિયાઓ હવે જાણીતી બ્રાંડનો ફાયદો ઉઠાવી લોકોને છેતરી રહ્યા છે.
ફેડએક્સ ને શું કહ્યું?
દુનિયાભરમાં જાણીતી કુરિયર સર્વિસ ફેડએક્સ દ્વારા લોકોને ચેતવણી આપવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે કુરિયરની ડિલિવરી વખતે કોઈ પણ બેંક એકાઉન્ટની માહતી કે ઇમેઇલ આઈડી માગવામાં આવતા નથી. જો તમારા પાસે આવા કોઈ મેસેજ આવે છે તો તમે [email protected] fedex.com પર ફરિયાદ કરી શકો છો. ઓનલાઇન ફ્રોડથી બચવા નિષ્ણાતો કહે છે કે મેસેજથી મેકલવામાં આવતી કોઇપણ લિંક ખોલતા પહેલા તેની પુરેપુરી તપાસ કરવી જોઇએ. કોઇ જાણીતી બ્રાંડ કે કંપની તરફથી આવો મેસેજ આવે અને શંકા પડે તો તેની એફિશિયલ વેબસાઇટ પરથી મેળવેલા કસ્ટમર કેર કે હેલ્પલાઇન નંબર પર કોલ કરીને તેની ખરાઇ કરવી જોઇએ.