બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:26 PM, 23 June 2024
છત્તીસગઢના સુકમામાં નક્સલવાદીઓના IED હુમલામાં બે જવાનો શહીદ થયા છે. શહીદ થયેલા જવાનોના નામ વિષ્ણુ આર અને શૈલેન્દ્ર છે. સુરક્ષા દળોને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી, નક્સલવાદીઓએ કેમ્પ સિલ્ગરથી ટેકલગુડેમ સુધીના રસ્તા પર IED લગાડ્યું હતું. જાગરગુંડા પોલીસ સ્ટેશન વિસ્તારના કેમ્પ સિલ્ગરથી 201 કોબ્રા વાહિનીની એડવાન્સ ટીમ આરઓપી ડ્યુટી દરમિયાન ટ્રક અને બાઇક દ્વારા કેમ્પ ટેકલગુડેમ તરફ જઈ રહી હતી.
ADVERTISEMENT
ટ્રક આઈઈડીની ચપેટમાં આવી
ઓપરેશન દરમિયાન, રવિવારે બપોરે લગભગ 3 વાગ્યે, 201 કોબ્રા વાહિનીની ટ્રકને IED દ્વારા અથડાવી દેવામાં આવી હતી, જેમાં ડ્રાઇવર અને સહ-ડ્રાઇવર ઘટનાસ્થળે જ શહીદ થયા હતા. ઘટનાસ્થળેથી શહીદ જવાનોના મૃતદેહોને બહાર કઢાયાં હતા અને સૈનિકોના પરિવારજનોને ઘટનાની જાણકારી આપવામાં આવી છે.
ADVERTISEMENT
#WATCH | Chhattisgarh: "Under the Jagargunda PS limits in Sukma district between Silger and Tekulagudem, Naxalites blew up security vehicles in an IED blast, this afternoon. Two jawans of CRPF CoBRA 201 BN lost their lives... CRPF, CoBRA and police reached the spot. The bodies of… https://t.co/o78kZFfnSx pic.twitter.com/IR0PDGBdOo
— ANI (@ANI) June 23, 2024
નક્સલવાદીઓ વિરુદ્ધ ઓપરેશન
થોડા દિવસો પહેલા છત્તીસગઢના સુકમા જિલ્લામાં નક્સલવાદીઓ વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેના કારણે સુરક્ષા દળોએ જંગલોમાં માઓવાદીઓના છુપાયેલા ઠેકાણા પર દરોડા પાડ્યા હતા અને ત્યાંથી વિસ્ફોટકોનો જથ્થો જપ્ત કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.