બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નદીના પ્રચંડ પ્રવાહ વચ્ચે કારના બોનેટ પર બેસી જિંદગી બચાવવા જહેમત, જુઓ ડરામણો વીડિયો
Last Updated: 05:27 PM, 8 September 2024
વરસાદે અનેક વિસ્તારોને બાનમાં લીધા છે. જેના પગલે સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર જોવા મળી રહ્યો છે. ત્યારે સાબરકાંઠાના ઈડરમાં કરોલ નદીમાં વડીયાવીરથી કડિયાદરા જતાં કોઝવે પર એક કાર તણાઈ હતી. જે પાણીના પ્રવાહમાં 2 કલાક જેટલો સમય પરિવાર ગાડીમાં ફસાયેલો રહ્યો હતો
ADVERTISEMENT
કોઝવે પસાર કરતા કાર તણાઈ
ADVERTISEMENT
ઉપરવાસમાં ભારે વરસાદના લીધે કરોલ નદીના જળસ્તરમાં વધારો થયો હતો. જેના કારણે વડીયાવીરથી કડિયાદરા જતાં કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. જે ધમસમતા પ્રવાહમાં એક કાર તણાઈ હતી. જે કારના બોનેટ પર બેસીને 2 કલાકથી બચાવ માટે પરિવાર રાહ જોઈ રહ્યો હતો. ત્યારે સ્થાનિકોએ બચાવ કામગીરી ધરી હાથ હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં વધુ એક સાયક્લોનિક સિસ્ટમથી ભારે વરસાદની વકી, હવામાન વિભાગની આકરી આગાહી
સ્થાનિકોએ કર્યું બચાવકાર્ય
કોઝવે પસાર કરતા કારમાં સવાર બે લોકો પાણી વચ્ચે ફસાઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, પાણીના પ્રચંડ વેગમાં 90 ટકા જેટલી કાર ડૂબી ગઈ હતી. કાર સવાર મહિલા સહિત બંને લોકો કારની છત પર ચઢી ગયા હતા ત્યારે આસપાસના લોકોએ બંનેના રેસ્કૂય કરી જીવ બચાવ્યા હતા
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.