બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / idbi-bank-personal-corporate-banking

ખાસ વાંચો / આ બેંકમાં ખાતું હોય તો જાણી લેજો, સરકારે સંપૂર્ણ ભાગીદારી વેચવાની આપી મંજૂરી

ParthB

Last Updated: 08:01 PM, 9 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CCEAએ બેંકમાં 100 ટકા પાર્ટનરશીપના વેચાણની મંજુરી આપી દીધી છે.

  • સરકાર અને LICની કુલ 94 ટકાથી પણ વધુ પાર્ટનરશીપ   
  • ટ્રાંઝેક્શન સક્રિય ન થાય તો મળશે 10 લાખનું વળતર
  • એકાઉન્ટ હોલ્ડર્સને તમામ સુવિધાઓ મળવાનું ચાલુ રહેશે

સરકારીથી પ્રાઇવેટ થયેલી IDBI બેંકને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારત સરકારે IDBI બેંકમાં તેની 100 ટકા પાર્ટનરશીપ વેચવાનો નિર્ણય કર્યો છે.  કેબીનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ (CCEA)ની બેઠકમાં IDBI બેંકને લઈ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. CCEAએ બેંકમાં 100 ટકા પાર્ટનરશીપના વેચાણની મંજુરી આપી દીધી છે. LIC પણ તેની પાર્ટનરશીપ વેચવા જઈ રહી છે. સાથે જ સરકાર દ્વારા ટ્રાન્જેક્શન એડવાઇઝર માટે Financial Bidsની શરતો હળવી કરવામાં આવી છે.

સરકાર અને LICની કુલ 94 ટકાથી પણ વધુ પાર્ટનરશીપ   
IDBI બેંકમાં ભારત સરકાર અને LICની કુલ 94 ટકાથી પણ વધુ પાર્ટનરશીપ છે. તેમાં સરકારની 45.48 ટકા અને LICની 49.24 ટકા પાર્ટનરશીપ છે. હાલ LIC IDBI બેંકની પ્રમોટર છે. આ સિવાય તે બેંકના મેનેજમેન્ટનું નિયંત્રણ પણ કરે છે. સરકાર IDBI બેંકની કો-પ્રમોટર છે. 

ટ્રાંઝેક્શન સક્રિય ન થાય તો મળશે 10 લાખનું વળતર
ડિસઇન્વેસ્ટમેન્ટ વિભાગે સ્પષ્ટતા કરી છે કે, ડિસઇન્વેસ્ટમેન્ટ માટે ટ્રાન્ઝેક્શન એડવાઇઝર માટે RPFમાં ફેરફાર કરવામાં આવ્યા છે. બેંક ગેરંટી ફી 10 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવી છે. હવે બીડર શોર્ટલિસ્ટિંગ પર 25 ટકા ફી આપવામાં આવશે અને બાકીની 75 ટકા ફી સર્વિસ પૂર્ણ થયા પછી આપવામાં આવશે. જો ટ્રાંઝેક્શન સક્રિય ન થાય તો એડવાઇઝરને 10 લાખનું વળતર મળશે. અગાઉ IDBI એક સરકારી બેંક હતી, જેની સ્થાપના વર્ષ 1964માં થઈ હતી. LICએ IDBI બેંકમાં રોકાણ કરીને 51 ટકા પાર્ટનરશીપ નક્કી કરી હતી. હવે સરકારની સંપૂર્ણ પાર્ટનરશીપના વેચાણ બાદ આ બેંક સંપૂર્ણપણે પ્રાઇવેટ બેંક થઈ જશે. 

એકાઉન્ટ હોલ્ડર્સને તમામ સુવિધાઓ મળવાનું ચાલુ રહેશે
એક્સપર્ટસ મુજબ, સરકારના સંપૂર્ણ પાર્ટનરશીપ વેચાણની અસર બેંકના કર્મચારીઓ અને એકાઉન્ટ હોલ્ડર્સ પર થશે નહીં. કર્મચારીઓની નોકરી અંગે કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. સાથે જ બેંકના એકાઉન્ટ હોલ્ડર્સને પણ તમામ સુવિધાઓ મળવાનું ચાલુ રહેશે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ (2021-22) દરમિયાન ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા રૂપિયા 1.75 લાખ કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક જાહેર કર્યો છે. બેંકોના ખાનગીકરણ ઉપરાંત સરકારે આગામી નાણાકીય વર્ષમાં એક જનરલ ઈંશ્યોરેન્સ કંપનીનું પણ ખાનગીકરણ કરવાનું નક્કી કર્યું છે.   

 

સંકળાયેલા મુદ્દાઓ

Banking IDBI Bank LIC આઈડીબીઆઈ એલઆઇસી બેન્કિંગ IDBI Bank
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ