બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / IDBI Bank issues public notice on Vijay Mallya as wilful defaulter

દિલ્હી / IDBI બેન્કે પણ વિજય માલ્યાને વિલફુલ ડિફોલ્ટર જાહેર કર્યો

Bhushita

Last Updated: 02:59 PM, 7 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IDBI બેન્કે ભાગેડુ વિજય માલ્યાને વિલફુલ ડિફોલ્ટર જાહેર કર્યો છે. મુંબઇમાં IDBI બેન્કના એનપીએ મેનેજમેન્ટ ગ્રૂપે એક જાહેર નોટિસ ઈશ્યૂ કરીને જણાવ્યું છે કે કિંગફિશર એરલાઇને બેન્કના રૂ. ૧,૫૬૬ કરોડનું દેવું ચૂકવ્યું નથી. વિજય માલ્યા હાલ લંડનમાં જામીન પર છે.

  • IDBI બેન્કે વિજય માલ્યાને વિલફુલ ડિફોલ્ટર જાહેર કર્યો
  • માલ્યાના પ્રત્યાર્પણ માટે કાનૂની કાર્યવાહી શરૂ
  • માલ્યા પાસેથી જંગી રકમ વસૂલવાની બાકી

IDBI બેન્ક દ્વારા જાહેર કરાયેલી નોટિસ પર માલ્યાનો જૂનો પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ લગાવવામાં આવ્યો છે. આ નોટિસમાં વિજય માલ્યાનું જૂનું એડ્રેસ યુબી ટાવર, બેંગલુરુ આપવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકારે વિજય માલ્યાના પ્રત્યાર્પણ માટે કાનૂની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આઇડીબીઆઇ બેન્કે આ નોટિસ દ્વારા જાહેર જનતાને તાકીદ કરી છે કે કોઇ પણ વ્યક્તિ કરજદાર-ગેરન્ટરની કોઇ પણ સંપત્તિ સાથે ડીલ કરશે નહીં, કારણ કે માલ્યા પાસેથી જંગી રકમ વસૂલવાની બાકી છે. અન્ય બેન્કને રૂ. 9 હજાર કરોડનો ચૂનો લગાડીને લંડન ભાગી ગયેલા માલ્યા હાલ લંડનની કોર્ટમાં વિવિધ ચુકાદાનો સામનો કરી રહ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Bank IDBI vijay mallya wilful defaulter આઈડીબીઆઈ બેંક વિજય માલ્યા વિલફુલ ડિફોલ્ટર Vijay Mallya
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ