બેન્કમાં જોબ કરવી હોય તો સારા પગાર સાથે આ છે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી
બેન્કમાં જોબ કરવાની સારી તક
34000 સુધી મળશે સેલેરી
જાણો તેના વિશે બધુ જ
IDBI બેન્ક લિમિટેડે એક્ઝિક્યુટિવના લગભગ 920 પદો પર ભરતી બહાર પાડી છે. આ પદો માટે અરજી પ્રક્રિયા 4 ઓગસ્ટથી શરૂ થઈ ચુકી છે. ઈચ્છુક ઉમેદવારે આ પદો માટે ઓનલાઈન અરજી કરી શકે છે. રિક્રૂટમેન્ટ ડ્રાઈવ દ્વારા કુલ 920 પદો પર નિયુક્તિ કરવામાં આવશે. આવેદન પ્રક્રિયા 18 ઓગસ્ટ સુધી ચાલું રહેશે.
પદોની સંખ્યા- 920
યોગ્યતા
આ પદો માટે અરજી કરનાર ઉમેદવારો પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થાનમાંથી 55 ટકા માર્ક્સ સાથે ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જરૂરી છે. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન સાથે જોડાયેલી જાણકારીઓ માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ
વય મર્યાદા
આ પદો માટે અરજી કરવા માટે કેન્ડિડેટ્સની ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષથી વધારે હોવી જોઈએ. વય મર્યાદામાં છુટછાટ સાથે જોડાયેલી વધુ જાણકારી માટે નોટિફિકેશન જુઓ
જરૂરી તારીખો
અરજી માટે તારીખ- 4 ઓગસ્ટથી શરૂ
અરજી માટેની છેલ્લી તારીખ- 18 ઓગસ્ટ સુધી
સિલેક્શન પ્રોસેસ
આ પદો માટે આવેદન કરવા માટે કેન્ડિડેટ્સને સિલેક્શન ઓનલાઈન ટેસ્ટ, મેડિકલ ટેસ્ટ અને ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશનના આધાર પર કરવામાં આવશે.
સેલેરી
સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહિને 29,000 રૂપિયાથી લઈને 34,000 રૂપિયા સુધીની સેલેરી આપવામાં આવશે