ઢુંઢર દુષ્કર્મ મામલો: ઇડરના નુરપુર ગામમાં પરપ્રાંતીય લોકો પર ટોળાનો હુમલો

By : juhiparikh 09:59 AM, 07 October 2018 | Updated : 09:59 AM, 07 October 2018
હિંમતનગરના ભાવપુર બાળકી સાથે કરેલા દુષ્કર્મ મામલે રાજ્યમાં ઠેર ઠેર રોષ ઠાલવી કંપનીઓમાં કામ કરી રહેલા પરપ્રાંતીય લોકો પર હુમલાઓ થઇ રહ્યા છે. ત્યારે ઇડર તાલુકાના જાદર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા નુરપુરા ગામની યુનીટેક કોટસ્પીન કંપનીમાં ટોળાએ હુમલો કર્યો હતો. કંપનીમાં રહેતા પરપ્રાંતીયોને લઇ હુમલો કર્યો હતો જેમાં ઝપાઝપી કરતા કંપનીનાં મેનેજર સહિત 4 લોકોને નાની મોટી ઈજાઓ થઇ હતી. તો બીજી તરફ સ્થાનિકો દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્ય છે કે, પોલીસ નિર્દોષ લોકોને પકડી રહી છે અને ગુનો કબૂલ કરવા માટે દબાણ આપવામાં આવી રહ્યુ છે.

ટોળા દ્વારા કંપનીમાં જઈ પરપ્રાંતીય મજૂરોની સાથે મારામારી કરી હતી, જેમાં કંપની મેનેજરને હાથે ઈજાઓ થઇ હતી અન્ય ૩ ને પણ ઈજાઓ થઇ હતી. કંપનીના માલિકે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે મામલો શાંત કર્યો હતો. જેમાં પોલીસે હુમલો કરી રહેલા ટોળામાંથી 10 લોકોની ધરપકડ કરી છે. આ પ્રકારની ઘટનાઓના પગલે રાજ્યભરની પોલીસને સતર્ક રહેવા માટેના આદેશ કરવામાં છે.
શું હતો મામલો:

હિંમતનગરના ભાવપુરમાં 14 મહિનાની બાળકી પર પરપ્રાંતિય દ્વારા દુષ્કર્મ થતા રાજ્યના અનેક વિસ્તારોમાં પરપ્રાંતીયો પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. આ દુષ્કર્મ થતા લોકોનું માનવું છે, કે પરપ્રાંતિયો દ્વારા ગુજરાતમાં ગુનાહિત પ્રવૃતિઓ કરીને શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.Recent Story

Popular Story