બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / icmr new guidelines for rt pcr

મહામારી / RT-PCR ટેસ્ટને લઈને ICMRએ જાહેર કરી નવી ગાઇડલાઇન, તમારે જાણવી જરૂરી

Kavan

Last Updated: 11:10 PM, 4 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICMRએ RT-PCR ટેસ્ટ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે.

  • ICMRની RT-PCR ટેસ્ટ પર નવી ગાઈડલાઈન 
  • લેબોરેટરીઝ પર RT-PCR ટેસ્ટનું ભારણ ઘટાડવા ICMRની રાજ્યોને સલાહ
  • એકવાર કોરોના પોઝિટિવ થયેલા દર્દીનો ફરી RT-PCR કરવાની જરૂર નથી

જે મુજબ ICMRએ રાજ્યોને લેબોરેટરીઝ પર RT-PCR ટેસ્ટનું ભારણ ઘટાડવા સલાહ આપી છે. ICMRએ કહ્યું કે, એકવાર કોરોના પોઝિટિવ થયેલા દર્દીનો ફરી RT-PCR કરવાની જરૂર નથી. 

હોસ્પિટલમાંથી રજા આપતી વખતે RT-PCRની જરૂર નહીં 

ઉપરાંત હોસ્પિટલમાંથી રજા આપતી વખતે દર્દીનો પણ RT-PCR ટેસ્ટ કરવાની જરૂર નથી. તો ICMRએ કહ્યું છે કે, આંતરરાજ્ય પ્રવાસ કરતા સ્વસ્થ વ્યક્તિના RT-PCR ટેસ્ટ પણ કરવાની જરૂર નથી.

RT-PCR ટેસ્ટ કરાવનારને ઝડપથી અપાશે રિપોર્ટ 

ICMRની નવી ગાઈડલાઈનથી RT-PCR ટેસ્ટ કરાવનારાને પરિણામ જલદી મળી શકશે. જો કે, ICMRની સલાહના કારણે ટેસ્ટિંગ નીચુ આવશે પરંતુ સાચો પોઝિટિવિટી રેઈટ સામે આવશે. 

ટેસ્ટનું ભારણ ઘટાડવા માટે ગુજરાતમાં કેટલીક લેબોરેટરી પાસે NABL નથી તેમને પણ ટેસ્ટ કરવાની મંજૂરી આપવી જોઈએ. NABL લાયસન્સ ન હોય એ લેબોરેટરીને પણ મંજૂરી અપાય તો શહેરો પર ગામડાના ટેસ્ટિંગનું ભારણ ઘટી શકે તેમ છે.

દેશમાં આજે નોંધાયા 3.57 લાખ નવા કેસ 

દેશમાં આજે કોરોના સંક્રમિતોની સંખ્યા 2 કરોડને પાર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 3,55,680 પોઝિટિવ કેસ નોંધાયા હતા અને સાથે 3436 લોકોના મોત થયા છે. કુલ મોતનો આંક પણ 2,22,383 સુધી પહોંચ્યો છે. દેશમાં અત્યાર સુધી 2 કરોડ 2 લાખ 75 હજાર 543 કેસ નોંધાયા છે તો સાથે જ 1 કરોડ 66 લાખ 703 લોકો સાજા થયા હોવાનું જાણવા મળ્યું છે. અત્યાર સુધીમાં 2,22,383 લોકોના કોરોનાથી મોત થયા છે. ગઇકાલે 3,55,680 પોઝિટિવ કેસ નોંધાયા હતા તો સાથે જ 24 કલાકમાં 3436 લોકોના કોરોનાથી મોત થયા હતા. 

ક્યાં કેટલા કેસ આવ્યા

છેલ્લા 24 કલાકની વાત કરીએ તો  મહારાષ્ટ્રમાં 48,621 કેસ અને 567 મોત થયા છે. કેરળમાં 26,011 કેસ અને 45 મોત, કર્ણાટકમાં 44,43 કેસ અને 239 મોત તો ઉત્તર પ્રદેશમાં 29,052 કેસ અને 285 મોત થયા છે. રાજધાની દિલ્લીમાં 18,043 કેસ અને 448 મોત  થયા છે. બંગાળમાં 17,501 કેસ, 98 મોત થયા હોવાનું આંકડા સૂચવી રહ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

RT-PCR test at home rt pcr કોરોના વાયરસ coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ