લૉકડાઉમાં ફસાયેલા લોકો હવે વૉટસએપ પર પણ બેંકિંગ કરી શકે છે. પ્રાઇવેટ સેક્ટરની આઇસીઆઇસીઆઇ બેંકે એની શરૂઆત કરી દીધી છે. બેંકની આ સુવિધાનો ફાયદો લેવાની શરૂઆત કરવા માટે તમારે એક નંબર પર વૉટ્સએપ કરવો પડશે.
એની પર આશરે 500 સેવાઓ લઇ શકાય છે, જેમાં ડિજીટલ અકાઉન્ટ ખોલવા, લોન વગેરે સામેલ
ત્યારબાદ તમારે એક મેસેજ મોકલવો પડશે. જેના જવાબમાં તમારી પાસે સર્વિસનું લિસ્ટ ખુલી જશે.
ICICI બેંકે Whatsapp બેંકિંગ લૉન્ચ કરી છે. એ હેઠળ ICICI મેસેજના અકાઉન્ટ યૂઝર્સ પોતાના બેંક અકાઉન્ટથી જોડાયેલી જાણકારી Whatsapp મેસેજ દ્વારા પ્રાપ્ત કરી શકો છો. વૉટ્સએપ બેંકિંગ એવા સમયે લૉન્ચ કરવામાં આવી છે જ્યારે દેશભરમાં કોરોના વાયરસના કારણથી 21 દિવસ માટે લૉકડાઉન છે.
ICICI Whatsapp બેંકિંગથી તમે શું કરી શકો છો?
કસ્ટમર્સ હવે Whatsapp પર જ પોતાનું અકાઉન્ટ બેલેન્સ ખોલી શકે છે, છેલ્લા ત્રણ ટ્રાન્ઝેક્શન જોઇ શકે છે, ક્રેડિટ કાર્ડની લિમીટની જાણકારી લઇ શકો છો અને પ્રી અપ્રૂવ્ડ ઇન્સ્ટેન્ટ લોનની જાણકારી મેળવી શકો છો.
આ ઉપરાંત વૉટ્સએપ બેંકિંગથી કસ્ટમર્સ કાર્ડ બ્લોક અને અનબ્લોક કરાવી શકો છો. જો તમે ઇચ્છો તો અહીંછી નજીકના એટીએમ અને બ્રાંચની પણ માહિતી મેળવી શકો છો.
ICICI બેંકના એગ્ઝિક્યૂટિવ ડાયરેક્ટર અનુપ બાગચીએ કહ્યું છે, 'Whatsapp દુનિયામાં સૌથી જાણીતી ઇન્સ્ટેટ મેસેજિંગ એપમાંથી એક છે અને અમે વૉટ્સએપ પર પોતાની સર્વિસ શરૂ કરી રહ્યા છે. આપણા રીટેલ કસ્ટમર્સ હવે બ્રાંચ વગર વિઝીટ કર્યા વગર જ પોતાની બેંકિંગથી જોડાયેલી જરૂરીયાત પૂરી કરી શકો છો. આ સર્વિસ સિક્યોર છે. '
ICICI સેવિંગ અકાઉન્ટ યૂઝર્સ આવી રીતે કરી શકે છે Whatsapp બેંકિંગ એક્ટિવેટ
Whatsapp બેંકિંગ એક્ટિવેટ કરવા માટે સૌથી પહેલા તમારે 9324953001 આ નંબરને તમારા ફોનમાં સેવ કરવો પડશે. તમે એને ICICI Whatsapp Banking ના માથી સેવ કરી શકો છો.
નંબર સેવ કર્યા બાદ બીજા સ્ટેપ તરીકે તમારે તમારા Whatsappમાં જઇને આ કૉન્ટેક્ટ સર્ચ કરવાનો છે. હવે ચેટ બૉક્સમાં જઇને ICICI Whatsapp Banking પર ટેર કરીને ચેક કરી લો. અહીંયા વેરિફાઇડ બિઝનેસ પ્રોફાઇલ જોવા મળશે. સૌથી પહેલા તમે અહીંયા Hi લખીને સેન્ડ કરો.
ક્રેડિટ કાર્ડની લિમિટ અને આઉટસ્ટેન્ડિંગ બેલેન્સ દ્વારા તમે Limite, CC Limite અથવા CC Balance લખીને સેન્ડ કરી શકો છો. કાર્ડ બ્લૉક કરાવવા માટે Lost My Card, Block અથવા Unblock લખીને સેન્ડ કરી શકો છો. આ ઉપરાંત ઑફર્સ માટે Offers અથવા Loan ઑફર્સ જેવા કીવર્ડ સેન્ડ કરી શકો છો.
ICICI Whatsapp Banking 24/7 કામ કરશે. જો તમે આ બેંકના ગ્રાહક નથી તો આ નંબર પર મેસેજ કરીને તમે ઑફર્સ માટે જાણી શકો છો.