બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ICICI Bank transaction charges deposits and withdrawals home and non home brach rules changed from today

બદલાવ / ICICI બેંકે આજથી લાગૂ કર્યો આ નિયમ, ગ્રાહકોને લાગી શકે છે મોટો ઝટકો

Bhushita

Last Updated: 09:09 AM, 15 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રાઈવેટ સેક્ટરની ICICI બેંકે આજે પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બેંકની તરફથી બચત ખાતામાં કેશ ડિપોઝીટ કરવા માટે કે કાઢવા માટેના ચાર્જને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય એટીએમથી કેશ કાઢવા માટેના નિયમ પણ બદલી દેવામાં આવ્યા છે. આ તમામ નિયમો આજથી એટલેકે 15 ડિસેમ્બરથી લાગૂ થયા છે.

  • ICICI બેંકે આજથી લાગૂ કર્યો આ નિયમ
  • હોમ બ્રાન્ચ સિવાય આ રીતે કરાશે ટ્રાન્ઝેક્શન 
  • ATMને લઈને આ છે નિયમો

હોમ બ્રાન્ચથી રૂપિયા કાઢશો તો આ રીતે લાગશે ચાર્જ

ICICI બેંકની વેબસાઈટ અનુસાર આજથી રૂપિયા કાઢવા માટે અને જમા કરવા માટેના ચાર્જ વધારી દેવામાં આવ્યા છે. બેંકની તરફથી બચત ખાતા પર 4 ફ્રી કેશ ટ્રાન્ઝેક્શનની સુવિધા આપવામાં આવે છે. આ લિમિટને ક્રોસ કર્યા બાદ ખાતાધારકોએ રૂ. 150નો ચાર્જ આપવાનો રહેશે. જો તમે પોતાની હોમ બ્રાન્ચથી કેશ કાઢો છો તો તમે એક મહિનામાં 2 લાખ રૂપિયા સુધીની કેશ કાઝી શકો છો. દરેક વખતે 1000 રૂપિયા પર 5 રૂપિયા લેખે ચાર્જ લાગશે. આ ચાર્જ લગભગ 150 રૂપિયાનો થશે.

હોમ બ્રાન્ચ સિવાય આ રીતે કરાશે ટ્રાન્ઝેક્શન 

જો તમે હોમ બ્રાન્ચ સિવાય અન્ય બ્રાંચથી રૂપિયા કાઢો છો તો ફક્ત 25000 રૂપિયા સુધી કોઈ ચાર્જ લાગશે નહીં. તેનાથી વધારે ટ્રાન્ઝેક્શન કરવા માટે તમારે દરેક વખતે 1000 રૂપિયા પર 5 રૂપિયા લેખે ચાર્જ લાગશે. આ ચાર્જ લગભગ 150 રૂપિયાનો થશે. જો કે થર્ડ પાર્ટીને પ્રતિ દિવસ 25000 રૂપિયાના લેનદેનની છૂટ આપવામાં આવી છે. જ્યારે દરેક ટ્રાન્ઝેક્શનને માટે 150 રૂપિયા લેવામાં આવશે. 

ATMને લઈને આ છે નિયમો

ATMથી એક મહિનામાં કેશ ટ્રાન્ઝેક્શનની લિમિટ 5 ટ્રાન્ઝેક્શનની રાખવામાં આવી છે. તમે 1 મહિનામાં એટીએમથી 5 વાર ફ્રીમાં ટ્રાન્ઝેક્શન કરી શકો છો. ત્યારબાદ દરેક ટ્રાન્ઝેક્શન માટે તમારે 20 રૂપિયાનો ચાર્જ આપવાનો રહેશે. બેંકના આ બદલાવની જાણકારી માટે તમે http://www.icicibank.com/servicecharges/regular-savings-account.page પર ક્લિક કરીને મેળવી શકો છો. 

સંકળાયેલા મુદ્દાઓ

ATM Business News ICICI Rules Changed deposits transaction charges withdrawals નિયમ બેંક ICICI Bank
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ