બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Icici Bank Launched Special Fd Scheme For Senior Citizens

બેંકિંગ / ICICI બેંકના ગ્રાહકો માટે સારાં સમાચાર, બેંકે FD પર આ સ્પેશિયલ સ્કીમ શરૂ કરી

Noor

Last Updated: 12:33 PM, 22 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરિષ્ઠ નાગરિકોને વધુ રિટર્ન મળે તે માટે ભારત સરકારે પેન્શન યોજના, પ્રધાનમંત્રી વય વંદના યોજનાની અવધિ 3 વર્ષ સુધી વધારી દીધી છે. જે બાદ હવે બેંકો પણ સીનિયર સિટીઝન્સ માટે કેટલીક સ્કીમ્સ લોન્ચ કરી રહી છે. પ્રાઈવેટ સેક્ટરની સૌથી મોટી બેંક ICICI બેંકે સીનિયર સિટીઝન્સ માટે એક સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ લોન્ચ કરી છે.

  • ICICI બેંકે ગોલ્ડન યર્સ એફડીના નામની સ્કીમ લોન્ચ કરી
  • આ સ્કીમ ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે છે
  • આ સ્કીમ માત્ર 20 મેથી 21 સપ્ટેમ્બર સુધી માટે જ શરૂ કરવામાં આવી છે

બેંકે આ સ્કીમનું નામ ICICI બેંક ગોલ્ડન યર્સ એફડી નામ રાખ્યું છે. આ સ્કીમ હેઠળ જો કોઈ સીનિયર સિટીઝન 5થી 10 વર્ષ માટે 2 કરોડ રૂપિયાની એફડી કરાવે છે તો તેને વાર્ષિક 6.55 ટકા વ્યાજ મળશે. ICICI બેંકના અધિકારી પ્રણવ મિશ્રએ કહ્યું કે, અમે વરિષ્ઠ નાગરિકોના સંબંધને પ્રાધાન્ય આપીએ છીએ.

વરિષ્ઠ નાગરિકો માટે ઈન્કમનું સાધન છે એફડી

મિશ્રએ કહ્યું- ઘણાં વરિષ્ઠ નાગરિકો માટે એફડીનું વ્યાજ જ ઈન્કમનું એકમાત્ર સાધન છે. આ વાતને ધ્યાનમાં રાખીને અમે આ સ્કીમ લોન્ચ કરી છે. જેથી વરિષ્ઠ નાગરિકોના હાઈ ઈન્ટરસ્ટ રેટ ઓફર કરી શકાય. 

જનરલ એફડી કરતા 0.80 ટકા વધુ વ્યાજ

આ સ્કીમ માત્ર 20 મેથી 21 સપ્ટેમ્બર સુધી જ ઓફર કરવામાં આવશે. એટલે કે 21 સપ્ટેમ્બર બાદ જો કોઈ વરિષ્ઠ નાગરિક આ સ્કીમ લેવા માગશે તો નહીં મળે. આ સ્કીમમાં જનરલ એફડી કરતા 0.80 ટકા વધુ વ્યાજ મળશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Bank Banking Best offer ICICI Launch Special Fd Scheme senior citizens Banking
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ