મોટા સમાચાર / આ બે બેંકોનાં ગ્રાહકોને મોટો ઝટકો, ખાતામાં પૈસા જમા કરાવવા પર લાગશે ચાર્જ, જાણો નવા નિયમ વિશે...

ICICI bank and axis bank have announced fees for transactions know about charges and new rules

પ્રાઈવેટ સેક્ટરની ICICI Bank અને Axis Bankએ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બેંકે જણાવ્યું કે હવે નોન બિઝનેસ ઓવર્સમાં અને રજાઓના દિવસે રિવાઈકલર અને કેશ ડિપોર્જિટ મશીનના માધ્યમથી પૈસા જમા કરાવવા પર ફી આપવી પડી શકે છે. એક મીડિયા રિપોર્ટ મુજબ જો હવે રજાના દિવસોમાં અથવા બેંકના સમય સિવાય કેશ રિસાઈકલર અને કેશ ડિપોજિટ મશીનનો ઉપયોગ કરો છો તો ગ્રાહકો પાસેથી સુવિધા ચાર્જ તરીકે રુ. 50 લેવામાં આવશે. બેંકના નોટિફિકેશન મુજબ ICICI Bank રજાના દિવસોમાં અને વર્કિંગ દિવસોમાં સાંજના 6 વાગ્યા થી સવારના 8 વાગ્યા સુધી ગ્રાહકો પાસે સુવિધા ચાર્જ તરીકે 50 રુપિયા વસૂલશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ