Coronavirus / ચોંકાવનારું સંશોધન: આ દેશમાં 50% કોરોના દર્દીઓને રોગના કોઈ લક્ષણ નહોતા, શું આ રીતે જ આ રોગ ફેલાય છે?

Iceland mass testing data reveals half of all positive cases were asymptomatic

યુરોપમાં એક નાનકડો દેશ છે: આઇસલેન્ડ. 3,60,000ની વસ્તી ધરાવતો આ ટચુકડો દેશ અત્યાર સુધી તેની કુલ વસ્તીમાં 5% થી વધુ લોકોમાં કોરોના વાયરસના ટેસ્ટ કરાવી ચુક્યો છે. અહીં પોઝિટિવ દર્દીઓમાં એક ચોંકાવનારી હકીકત સામે આવી છે કે અડધોઅડધ દર્દીઓમાં પોઝિટિવ હોવા છતાં તેમાં કોરોના વાયરસના કોઈ લક્ષણ નહોતા. આવા દર્દીઓ પોતે જાણતા નથી કે તેઓ કોરોના પોઝિટિવ છે અને તેઓ અજાણતા જ પોતાનો ચેપ બીજા લોકોને લગાવી દે છે. આ દેશે મોટા પ્રમાણમાં ટેસ્ટ કરાવીને અને દેશની વસ્તીમાં કોરોના કેટલો ફેલાયો છે તેનો ચિતાર મેળવીને દેશને કોરોનાથી સુરક્ષિત રાખ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ