બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Video: એક એવો દેશ જ્યાં ગરમી હોય કે વરસાદ એક પણ મચ્છર જોવા નથી મળતો!

અજબ ગજબ / Video: એક એવો દેશ જ્યાં ગરમી હોય કે વરસાદ એક પણ મચ્છર જોવા નથી મળતો!

Last Updated: 01:14 PM, 3 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરસાદ પડે એ બાદ સૌથી વધુ ત્રાસ ખૂન ચૂસતા મચ્છરનો વધી જતો હોય છે પણ એક એવો દેશ છે જ્યાં ગમે એટલું ગોતવા પર કે ગંદકી કરવા પર પણ મચ્છર નથી થતાં.. કયો છે આ દેશ ચાલો જાણીએ..

આખી દુનિયામાં મચ્છરની 3 હજાર પ્રજાતિઓ કોઈપણ અન્ય પ્રાણીઓ કરતાં વધુ રોગો ફેલાવે છે, પરંતુ એક એવો દેશ છે જ્યાં એક પણ મચ્છર જોવા નથી મળતો અને આ દેશ છે ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં આવેલો આઇસલેન્ડ.નવાઈની વાત એ છે કે આ દેશમાં ફક્ત મચ્છર જ નહીં પણ સાપ અને અન્ય જમીન પર ચાલતા કીડાઑ પણ નથી જોવા મળતા.

ફક્ત ભારતમાં નહીં વિશ્વના મોટાભાગના દેશોમાં મચ્છર જોવા મળે છે જેમ કે ફ્રાન્સ, સ્વિટ્ઝર્લેન્ડ, આયર્લેન્ડ અને અમેરિકામાં દરેક જગ્યાએ મોસમના આધારે મચ્છરોનો આતંક જોવા મળે છે પરંતુ આ આઇસલેન્ડ વિશ્વનો એકમાત્ર એવો દેશ માનવામાં આવે છે આ આઈસલેન્ડ સિવાય એન્ટાર્કટિકા પણ એક એવી જગ્યા છે જ્યાં મચ્છર જોવા મળતા નથી.

PROMOTIONAL 13

જો કે એન્ટાર્કટિકા ઘણો ઠંડો દેશ અને આ કારણે ત્યાં મચ્છર નથી થતાં પણ આ આઈસલેન્ડ એન્ટાર્કટિકા જેટલી ઠંડી પણ નથી એમ છતાં ત્યાં મચ્છર નથી જોવા મળતા અને આઇસલેન્ડના પડોશી નોર્વે, ડેનમાર્ક, સ્કોટલેન્ડ અને ગ્રીનલેન્ડમાં પણ મચ્છરોનો આતંક જોવા મળે છે.

હવે પ્રશ્ન એ છે કે આ દેશમાં મચ્છર કેમ નથી તો આ દેશનું હવામાન ઝડપથી બદલાય છે, જેના કારણે મચ્છર સમયસર તેમનું જીવન ચક્ર પૂર્ણ કરી શકતા નથી. એવું કહેવાય છે કે મચ્છરને જન્મ લેવા માટે છીછરા તળાવો અને અન્ય જળાશયોમાં સ્થિર પાણીની જરૂર પડે છે જ્યાં એમના ઇંડા વિકસિત થાય છે.

વધુ વાંચો: Video: બજરંગ બલીનું ચમત્કારિક મંદિર જ્યાં મૂર્તિ શ્વાસ લે છે અને પ્રસાદ ખાય છે!

આ સમગ્ર ચક્ર માટે આઇસલેન્ડમાં લાંબા સમય સુધી કોઈ સ્થિર જળાશય હાજર નથી અને દેશનું તાપમાન પણ ઘણું ઉપર નીચે થતું રહે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Iceland have no Mosquitoes Iceland Ajab Gajab
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ