બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / icc world cup 2023 schedule big talking points india vs pakistan match

ICC World Cup 2023 શેડ્યૂલ / 15મીએ ઇન્ડિયા વિરૂદ્ધ મોદી સ્ટેડિયમમાં મેચ, વેન્યૂ પણ ન બદલાયા, BCCI ICC વિરુદ્ધ પાકિસ્તાનનું કંઇ ન ચાલ્યું

Vikram Mehta

Last Updated: 03:15 PM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

5 ઓક્ટોબરથી વર્લ્ડ કપની શરૂઆત થશે અને ફાઈનલ મેચ અમદાવાદમાં રમવામાં આવશે. આ ટુર્નામેન્ટ 46 દિવસ સુધી ચાલશે અને 10 જગ્યાએ કુલ 48 મેચ રમવામાં આવશે.

  • ભારતમાં રમાનાર વન ડે વર્લ્ડ કપ શેડ્યૂલની જાહેરાત
  • આ ટુર્નામેન્ટ 46 દિવસ સુધી ચાલશે
  • 10 જગ્યાએ કુલ 48 મેચ રમવામાં આવશે

ભારતમાં રમાનાર વન ડે વર્લ્ડ કપ શેડ્યૂલની જાહેરાત થઈ ગઈ છે. 5 ઓક્ટોબરથી વર્લ્ડ કપની શરૂઆત થશે અને ફાઈનલ મેચ અમદાવાદમાં રમવામાં આવશે. આ ટુર્નામેન્ટ 46 દિવસ સુધી ચાલશે અને 10 જગ્યાએ કુલ 48 મેચ રમવામાં આવશે. ટુર્નામેન્ટની પહેલી મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમવામાં આવશે. 

ભારતીય ટીમની વાત કરવામાં આવે તો છેલ્લા 10 વર્ષમાં 9 ICC મેચમાં હાર મેળવી છે. ભારતીય ટીમ પાસે હવે ઘરે રહીને વર્લ્ડ ચેમ્પિયન બનવાની તક છે. ભારતે વર્ષ 2011માં ઘરે જ વર્લ્ડ કપ જીત્યો હતો. ફરી એકવાર ઈતિહાસ દોહરાવવા માટે ભારતીય ટીમે ખૂબ જ મહેનત કરવાની રહેશે. અહીંયા વર્લ્ડ કપ શેડ્યૂલની પાંચ બાબતો વિશે જણાવવામાં આવ્યું છે. 

ભારતનો વર્લ્ડ કપ શેડ્યૂલ

  • 8 ઓક્ટોબરના રોજ વન ડે વર્લ્ડ કપમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે મેચ રમશે. 15 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમવામાં આવશે.  
  • પાકિસ્તાનને ICC શેડ્યૂલ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાને બે મેચમાં જગ્યા બદલવાની માંગ કરી હતી. ભારત ચેન્નઈ અને ઓસ્ટ્રેલિયામાં અફઘાનિસ્તાન સામે મેચ કમવા માંગતી નહોતી. પાકિસ્તાનની ટીમ ભારત સાથે અમદાવાદમાં રમવા માંગતી નહોતી, પરંતુ ICCએ પાકિસ્તાનની વાત સાંભળી નહોતી. 
  • ICC વર્લ્ડ કપ 2023 રાઉન્ડ રોબિન ફોર્મેટમાં જ રમાવામાં આવશે. રાઉન્ડ રોબિન ફોર્મેટ હેઠળ તમામ 10 ટીમ કુલ 9 લીગ મેચ રમશે. ટોપ 4માં જે ટીમ આવશે તે ટીમ સેમિફાઈનલ માટે રમશે. 
  • વનડે વર્લ્ડ કપ પહેલી સેમિફાઈનલ મેચ 15 નવેમ્બરના રોજ મુંબઈમાં અને બીજી સેમિફાઈનલ મેચ 16 નવેમ્બરના રોજ કોલકત્તામાં રમવામાં આવશે. ફાઈનલ મેચ 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે. 
  • વર્લ્ડ કપ સેમિફાઈનલ અને ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. વરસાદ અથવા અન્ય કારણોસર નોક આઉટ મેચ નક્કી કરેલ દિવસે રમવામાં નહીં આવે તો મેચ આગામી દિવસે રમવામાં આવશે. તમામ નોક આઉટ મેચ ડે નાઈટ હશે, તે મેચ બપોરે 2 વાગ્યાથી શરૂ થશે. 
     

સંકળાયેલા મુદ્દાઓ

ICC World Cup 2023 Schedule ICC World Cup venue ICC વર્લ્ડ કપ ICC વર્લ્ડ કપ શેડ્યૂલ IND vs PAK ભારત પાકિસ્તાન મેચ વન ડે વર્લ્ડ કપ ICC World Cup
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ