બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાની હાર છતાં ભારતને થઈ અધધધ કમાણી, જુઓ ICCનો રિપોર્ટ

ક્રિકેટ / વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાની હાર છતાં ભારતને થઈ અધધધ કમાણી, જુઓ ICCનો રિપોર્ટ

Last Updated: 06:03 PM, 11 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં વર્લ્ડ કપ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટીમ ઈન્ડિયાને ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જો કે આ ટુર્નામેન્ટથી ભારતને આર્થિક રીતે ઘણો મોટો ફાયદો થયો છે. આઈસીસીએ એક રિપોર્ટ જાહેર કર્યો છે.

ODI World Cup in India Generated Economic:ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ આજે એટલે કે બુધવારે એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં ભારતમાં રમાયેલા 2023ના વનડે વર્લ્ડ કપથી ભારતને ધુમ કમાણી થઈ છે, જેમાં ટુરિઝમથી લઈને સ્ટેડિયમ અપગ્રેડેશન તેમજ ખાવા-પીવાની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આઈસીસીના ચીફ એક્ઝિક્યુટિવ જ્યોફ એલાર્ડિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 'ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 એ ક્રિકેટની નોંધપાત્ર આર્થિક શક્તિનું પ્રદર્શન કર્યું છે, જેનાથી ભારત માટે 1.39 અબજ ડૉલર (રૂ. 11,637 કરોડ)નો આર્થિક લાભ થયો છે.'

PROMOTIONAL 10

ટુર્નામેન્ટની મેચો અલગ અલગ 10 શહેરોમાં રમાઈ હતી

નોંધનીય છે કે, ગયા વર્ષે પાંચ ઓક્ટોબરથી 19 નવેમ્બરની વચ્ચે વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટની મેચો અલગ અલગ 10 શહેરોમાં રમાઈ હતી. ભારતીય ટીમે શાનદાર પરર્શન કર્યા હોવા છતાં ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે દેશની અર્થવ્યવસ્થા માટે આ વર્લ્ડ કપ સફળ સાબિત રહ્યો હતો. વર્લ્ડ કપ દરમિયાન, મોટી સંખ્યામાં વિદેશી અને સ્થાનિક પ્રવાસીઓ યજમાન શહેરોની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેઓએ માત્ર મેચો જ જોઈ ન હતી પરંતુ અન્ય પ્રવૃત્તિઓમાં પણ ભાગ લીધો હતો.

રોહિત શર્મા ત્રણ વર્ષ બાદ ટોપ-5માં સામેલ, ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારતના 3 ખેલાડીનો દબદબો

ઘણા પ્રવાસીઓ પહેલીવાર ભારત આવ્યા હતા

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ વર્લ્ડ કપને કુલ 12.5 લાખ લોકોએ જોયો, જે ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી વધુ છે. પ્રવાસીઓના આવવા-જવા, રહેવા, મુસાફરી અને ખાવા-પીવાથી લગભગ રૂ. 7222 કરોડની કમાણી થઈ હતી. તેમાંથી 75 ટકા ચાહકો પ્રથમ વખત વર્લ્ડ કપ જોવા આવ્યા હતા. 19 ટકા એવા વિદેશી પ્રવાસીઓ હતા કે જે પહેલીવાર ભારત આવ્યા હતા. આ ઉપરાંત વર્લ્ડ કપના આયોજનથી અલગ અલગ સેક્ટરમાં કુલ 48 હજાર જેટલી કાયમી અને અસ્થાયી નોકરીઓ પણ સર્જાઈ હતી.

અમદાવાદમાં રમાઈ હતી ફાઈનલ મેચ

ટુર્નામેન્ટની પહેલી મેચ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાઈ હતી. જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ પણ અહીં જ રમાઈ હતી. ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે પરાજય આપીને છઠ્ઠી વખત વનડેમાં વિશ્વવિજેતા બની હતી. ટીમ ઈન્ડિયા સતત 10 મેચ જીતીને ફાઈનલમાં પહોંચી હતી ટુર્નામેન્ટમાં ફક્ત એક જ વખત હારનો સામનો કરવો પડ્યો હતો.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian Economy ICC World Cup 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ