ICC World Cup 2019 ની સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ પોતાની રમતથી સૌ કોઈનું દિલ જીતી લીધું હતું. આ મુકાબલામાં જાડેજાએ દમદાર પ્રદર્શન કર્યુ હતું. પહેલાં ફિલ્ડીંગમાં રન બચાવ્યા અને પછી સંકટમાં ટીમ ઈન્ડિયા માટે એવી ઈનિંગ રમી કે જે એક લાંબા સમય સુધી યાદ રહી જશે.
His team might have fallen to defeat, but how good was Ravindra Jadeja today?
His 77 off 59 balls was the second highest score by a No. 8 in World Cup history, and almost helped India pull off an incredible comeback win 💪#CWC19 | #TeamIndia | #INDvNZpic.twitter.com/jf15TJNONF
આ મૅચમાં જાડેજાએ પહેલાં ફિલ્ડીંગમાં પોતાનો જલવો દેખાડતાં ન્યૂઝીલેન્ડના અનુભવી બૅટ્સમેન રૉસ ટેલરને રન આઉટ કર્યો હતો. આ ઉપરાંત તેણે કીવી ટીમના કૅપ્ટન કેન વિલિયમ્સન અને ટૅમ લેથમનો પણ કૅચ ઝડપ્યો હતો. જાડેજાનું આ પ્રદર્શન એવા સમયે આવ્યું જ્યારે ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર સંજય માંજરેકર (Sanjay Manjrekar) દ્વારા તેના સિલેક્શન પર સવાલ ઉઠાવ્યાં હતાં. જો કે આજે ટીમ ઈન્ડિયાની હાર બાદ સંજય માંજરેકરે ટ્વિટ કરીને લખ્યું હતું કે Well Played Jadeja. ઉલ્લેખનીય છે કે જાડેજાએ બોલિંગ પણ ઘણી સારી કરી હતી. તેણે પોતાના ક્વોટાની 10 ઓવરોમાં માત્ર 34 રન જ આપ્યાં હતાં અને ન્યૂઝીલેન્ડના ઓપનર નિકોલ્સની વિકેટ પણ લીધી હતી.
વર્લ્ડ કપમાં 8મા નંબર પર અર્ધસદી ફટકારનારો પ્રથમ બૅટ્સમેન બન્યો.
રવિન્દ્ર જાડેજા વર્લ્ડ કપના નૉકઆઉટ રાઉન્ડમાં 8મા નંબર પર અર્ધસદી ફટકારનારો પ્રથમ બૅટ્સમેન બની ગયો છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ જાડેજાએ 59 બોલમાં 77 રન બનાવ્યાં હતાં. તેની આ ઈનિંગમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા શામેલ હતાં. આ મૅચમાં જાડેજા જ્યારે બૅટિંગ કરવા ઉતર્યો હતો ત્યારે ભારતનો સ્કોર 6 વિકેટ પર 92 રન હતો.
5 વર્ષ પહેલાં પણ NZ વિરુદ્ધ ચાલ્યું હતું જાડેજાનું બેટ
ઑકલેન્ડમાં 5 વર્ષ પહેલાં ન્યૂઝીલેન્ડની સામે 8મા ક્રમે બેટિંગ કરતા રવિન્દ્ર જાડેજાએ 45 બોલમાં 66 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ મૅચમાં ભારતીય ટીમ 315 રનના લક્ષ્ય પાછળ હતી. તે સમયે ટીમ ઈન્ડિયાને 86 રન પર 136 રનની જરૂર હતી અને જાડેજા બેટિંગ કરવા પહોંચ્યો હતો. આ મેચમાં ભારતની તરફથી અશ્વિને પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 46 રનની ઈનિંગ રમી હતી અને પરિણામે આ મુકાબલો ટાઈ રહ્યો હતો.