બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને હરાવીને જીવંત રાખી સેમીફાઈનલ આશા, આ ટીમ સામે મોટો પડકાર
Last Updated: 10:03 AM, 10 October 2024
ICC Women's T20 World Cup 2024 : ભારતીય ટીમનો ગઈકાલે ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024માં શ્રીલંકાનો સામનો થયો હતો. વાસ્તવમાં ગઇકાલની મેચ એ હરમનપ્રીત કૌર અને ટીમ માટે કરો યા મરો સમાન હતી. સેમીફાઈનલમાં પોતાનો રસ્તો જીવંત રાખવા માટે ભારતીય ટીમ માટે આ મેચ કોઈપણ ભોગે જીતવી જરૂરી હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં શ્રીલંકાને ખરાબ રીતે હરાવીને સેમીફાઈનલની પોતાની આશા જીવંત રાખી છે. જો કે ટીમ ઈન્ડિયા માટે સેમીફાઈનલનો રસ્તો હજુ પણ એટલો સરળ નથી પરંતુ હવે તેનો સૌથી મોટો દુશ્મન ભારતના રસ્તામાં અવરોધ બની શકે છે.
ADVERTISEMENT
🔙 to 🔙 victories for the #WomeninBlue 💪
— BCCI Women (@BCCIWomen) October 9, 2024
A marvellous 82-run win against Sri Lanka - #TeamIndia's largest win in the #T20WorldCup 👏👏
📸: ICC
Scorecard ▶️ https://t.co/4CwKjmWL30#INDvSL pic.twitter.com/lZd9UeoSnJ
ભારતને ઓસ્ટ્રેલિયાના પડકારનો સામનો કરવો પડશે
ADVERTISEMENT
વિગતો મુજબ ભારતીય ટીમને આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી 2 જીત અને એક હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયાની એકમાત્ર હાર ન્યુઝીલેન્ડના હાથે થઈ હતી. આ પછી ભારતે પાકિસ્તાન અને શ્રીલંકાને હરાવ્યું. હવે ટીમ ઈન્ડિયાનો સામનો ઓસ્ટ્રેલિયાનો છે. આ ભારતની છેલ્લી લીગ મેચ હશે જે 13 ઓક્ટોબરે રમાશે. ભારતીય ટીમ માટે આ મેચ ઘણી મહત્વની બની રહી છે. આ મેચ જીતીને ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેશે. જો ટીમ ઈન્ડિયા આ મેચ હારી જશે તો તેના માટે આગળનો રસ્તો ઘણો મુશ્કેલ બની જશે.
Leading from the front and how! 🙌
— BCCI Women (@BCCIWomen) October 9, 2024
For her quick-fire captain's knock of 52* off just 27 deliveries, @ImHarmanpreet receives the Player of the Match award 👏👏
Scorecard ▶️ https://t.co/4CwKjmWL30#TeamIndia | #T20WorldCup | #INDvSL | #WomenInBlue pic.twitter.com/trbPLyxWzu
ભારતે શ્રીલંકાને 82 રને હરાવ્યું
આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા. ટીમ ઇન્ડિયા માટે કેપ્ટન હરમનપ્રીત કૌરે શાનદાર ઇનિંગ રમી હતી. કેપ્ટન હરમનપ્રીતે માત્ર 27 બોલમાં 52 રનની ઇનિંગ રમી હતી. હરમને પોતાની ઇનિંગમાં 8 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. આ સિવાય સ્મૃતિ મંધાનાએ 50 અને શેફાલી વર્માએ 43 રન બનાવ્યા હતા. જ્યારે શ્રીલંકાની ટીમ માત્ર 90 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં ભારતીય ટીમ તરફથી ખૂબ જ સારી બોલિંગ જોવા મળી હતી. બોલિંગ દરમિયાન અરુંધતિ રેડ્ડી અને આશા શોભનાએ 3-3 વિકેટ લીધી હતી. આ સિવાય રેણુકા ઠાકુરે 2 વિકેટ લીધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.