બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / પાકિસ્તાનમાં ફરી યોજાશે ICCની મોટી ટૂર્નામેન્ટ, કુલ 15 મેચ રમાશે, સંપૂર્ણ શેડ્યૂલ જાહેર
Last Updated: 09:30 AM, 16 March 2025
Pakistan Host Womens Cricket World Cup: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાનમાં યોજાઈ હતી અને હવે આવતા મહિને આ દેશ બીજી મોટી ICC ટૂર્નામેન્ટનું આયોજન કરવા જઈ રહ્યો છે. ICC એ મહિલા ODI વર્લ્ડ કપ ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ૧૪ માર્ચે જાહેર કરાયેલા આ સમયપત્રક મુજબ, આ ટુર્નામેન્ટ લાહોરના બે મેદાન પર રમાશે. પહેલી મેચ 9 એપ્રિલે રમાશે અને ફાઈનલ 19 એપ્રિલે રમાશે. આ ટુર્નામેન્ટમાં 6 ટીમો ભાગ લેશે, જેમાંથી બે ટીમોએ ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનારી મુખ્ય ઇવેન્ટ માટે ક્વોલિફાય થવું પડશે. ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને યજમાન ભારત ICC મહિલા ચેમ્પિયનશિપ (2022-25) માં ટોચના છ સ્થાન મેળવીને વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ચૂક્યા છે.
ADVERTISEMENT
🚨 ICC Women's Cricket World Cup Qualifier 2025 schedule revealed!
— Female Cricket (@imfemalecricket) March 14, 2025
🔹 The Finalists will advance to the Women's Cricket World Cup in India this October-November.#CricketTwitter pic.twitter.com/85KmOu0A0j
ક્વોલિફાયરમાં કોણ રમશે?
ADVERTISEMENT
મહિલા ODI વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં ચાર પૂર્ણ સભ્ય દેશો બાંગ્લાદેશ, આયર્લેન્ડ, પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ ઉપરાંત એસોસિયેટ રાષ્ટ્રો સ્કોટલેન્ડ અને થાઈલેન્ડ પણ ભાગ લેશે. આ ટુર્નામેન્ટમાં 15 મેચો રમાશે. બાંગ્લાદેશ, આયર્લેન્ડ, પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડીઝ ICC મહિલા ચેમ્પિયનશિપમાં સાતમાથી દસમા ક્રમે રહીને ક્વોલિફાયરમાં પહોંચી ગયા છે. તે જ સમયે, થાઇલેન્ડ અને સ્કોટલેન્ડે 28 ઓક્ટોબર 2024 સુધીમાં ICC મહિલા ODI ટીમ રેન્કિંગમાં આગામી બે શ્રેષ્ઠ સ્થાન મેળવીને ટુર્નામેન્ટમાં સ્થાન મેળવ્યું છે.
ICC મહિલા ODI વર્લ્ડ કપ ક્વોલિફાયર 2025 શેડ્યૂલ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.