બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ટીમ ઇન્ડિયાની એન્ટ્રી માટે પાકિસ્તાનની જીત જરૂરી? સમજો T20 વર્લ્ડકપ સેમિ ફાઇનલનું રસપ્રદ સમીકરણ

T20 વર્લ્ડ કપ / ટીમ ઇન્ડિયાની એન્ટ્રી માટે પાકિસ્તાનની જીત જરૂરી? સમજો T20 વર્લ્ડકપ સેમિ ફાઇનલનું રસપ્રદ સમીકરણ

Last Updated: 12:11 PM, 14 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024માં, રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાને 9 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ટીમ ઈન્ડિયા આ સમીકરણ સાથે સેમિફાઈનલમાં પહોંચી શકે છે

હાલમાં UAEમાં ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024 રમાઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય મહિલા ટીમની શરૂઆત સારી રહી ન હતી અને ગઇકાલે છેલ્લી ગ્રુપ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 9 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ હવે ટીમ ઈન્ડિયા સેમિફાઇનલમાં પહોંચશે કે નહીં લોકો આ પ્રશ્નનો જવાબ શોધી રહ્યા છે.

તેની છેલ્લી ગ્રુપ મેચમાં હાર છતાં ભારતીય ટીમ હજુ પણ સેમીફાઈનલની રેસમાં છે તેથી ચાહકોએ નિરાશ થવાની જરૂર નથી. જો કે, હવે વસ્તુઓ ભારતના હાથમાં નથી અને તેણે અન્ય ટીમો પર નિર્ભર રહેવું પડશે. હવે પ્રશ્ન એ છે કે ઓસ્ટ્રેલિયા સામે હારવા છતાં ભારતીય ટીમ કેવી રીતે સેમિફાઇનલમાં જગ્યા બનાવી શકે છે.

PROMOTIONAL 12

ટીમ ઈન્ડિયાના ગ્રુપમાં ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન સિવાય દરેકે ચાર-ચાર મેચ રમી છે. ઓસ્ટ્રેલિયાએ સતત ચાર જીત અને 8 પોઈન્ટ સાથે સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. બીજા અને ત્રીજા સ્થાને રહેલા ભારત અને ન્યુઝીલેન્ડના 4-4 પોઈન્ટ છે જ્યારે પાકિસ્તાન 2 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. આવી સ્થિતિમાં ભારતની નજર હવે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર રહેશે.

જો 14 ઓક્ટોબરે એટલે કે આજે યોજાનારી મેચમાં ન્યૂઝીલેન્ડ પાકિસ્તાન સામે હારી જાય છે તો ભારત સેમીફાઈનલમાં પહોંચી જશે, કારણ કે ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ પણ ટીમ ઈન્ડિયાનો નેટ રન રેટ ન્યૂઝીલેન્ડ કરતા સારો છે. જોકે, ભારતે એ પણ જોવું પડશે કે પાકિસ્તાન મોટા માર્જિનથી જીતી ન જાય, કારણ કે જો આમ થશે તો પાકિસ્તાનની ટીમ બીજા સ્થાને આવી જશે અને તે સેમિફાઇનલમાં પહોંચી જશે.

વધુ વાંચો: પાકિસ્તાની ક્રિકેટમાં ભૂકંપ! બાબર આઝમ સહિત આટલા ખેલાડીઓ ટીમમાંથી પડતાં મૂકાયા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 151 રન બનાવ્યા હતા. જે બાદ ટીમ ઈન્ડિયા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 142 રન જ બનાવી શક્યું હતું અને ટીમ ઈન્ડિયા આ મેચ પણ હારી ગઈ હતી. ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ પણ ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

T20 World Cup 2024 IND-W Vs AUS-W ICC Women World Cup
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ