બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ICC T20 World Cup 2022 schedule declared india pakistan will fight on 23 October here are the details

ICC T20 World Cup 2022 / T20 વર્લ્ડકપ માટેનું શેડ્યૂલ જાહેર, એકવાર ફરી ટકરાશે ભારત અને પાકિસ્તાન, જાણો તારીખ સાથે કાર્યક્રમ

Mayur

Last Updated: 07:57 AM, 21 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICC T-20 વર્લ્ડકપ 2022નું શિડ્યુઅલ જાહેર થઈ ગયું છે. આ વખતે ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર છે કે ભારત અને પાકિસ્તાન ફરી એકબીજા સામે ટકરાશે. જાણો ક્યારે થશે મહામુકાબલો

  • ICC T-20 વર્લ્ડકપ 2022નું શિડ્યુઅલ જાહેર 
  • ઓસ્ટ્રેલિયા કરશે ICC T-20 વર્લ્ડકપ 2022ની યજમાની
  • 16 ઓક્ટોબરથી T-20 વર્લ્ડકપની થશે શરૂઆત

ICC WORLDCUP 2022 SCHEDULE 

ICC T-20 વર્લ્ડકપ 2022નું શિડ્યુઅલ જાહેર થઈ ગયું છે. આ વખતે ફરી ક્રિકેટ ચાહકો માટે એક રસપ્રદ પેકેજ જેવી રમત રમાવાની છે. શેડ્યૂલ જોઈને ક્રિકેટ ફેન્સ ક્રેઝી થઈ જશે એ પાક્કું છે. 

ભારત પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશની સાથે સુપર 12માં છે. જ્યારે શ્રીલંકા, નામિબિયા, વેસ્ટ ઈન્ડિઝ અને સ્કોટલેન્ડની ચાર ટીમો 16 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા પ્રથમ તબક્કામાં ક્વોલિફાય થવા માટે એકબીજાનો સામનો કરશે. આમાંથી પસંદ કરાયેલી બે ટીમોને સુપર 12માં રમવાની તક મળશે.

પહેલી જ મેચ પાકિસ્તાન સામે

ભારતની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે એમસીજીમાં પાકિસ્તાન સામે થશે. T20 વર્લ્ડ કપની મેચો 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી રમાશે.

આ વખતે ભારતીય ક્રિકેટ ફેન્સ વધારે ઉત્સુક્તાથી રાહ જોઈ રહ્યા હશે. કારણ કે ફરી એક વખત ભારત અને પાકિસ્તાન આમને સામને ટકરાવાના છે. ઉપરાંત અગાઉના વર્લ્ડકપમાં થયેલ પરાજ્યનો બદલો લેવાની ઉત્તમ તક છે. ઉલ્લેખનીય છે કે સુપર-12 રાઉન્ડની શરૂઆત 22 ઓક્ટોબરથી થશે. 

23 ઓક્ટોબરે મહા મુકાબલો 

ભારત, દ.આફ્રિકા, પાકિસ્તાન અને બાગ્લાદેશ ગ્રુપ-2માં સામેલ છે. ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે 23 ઓક્ટોબરે જંગ થશે. ગ્રુપ -1માં ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન સામેલ છે. 

ભારતનો કાર્યક્રમ

ભારત આખી ટુર્નામેન્ટમાં કુલ પાંચ મેચ રમશે. 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પ્રથમ, 27 ઓક્ટોબરે ગ્રુપ Aની એક વિજેતા સાથે બીજી, 30 ઓક્ટોબરે દક્ષિણ આફ્રિકા સામે ત્રીજી, ત્યારબાદ 2 નવેમ્બરે બાંગ્લાદેશ સાથે ચોથી મેચ અને 6 નવેમ્બરે ગ્રુપ Bના વિજેતા સાથે પાંચમી મેચ.

ઓસ્ટ્રેલિયા કરશે યજમાની 
T20 વર્લ્ડ કપની મેચો સાત સ્થળોએ યોજાશે - એડિલેડ, બ્રિસ્બેન, જીલોંગ, હોબાર્ટ, મેલબોર્ન, પર્થ અને સિડની. T20 વર્લ્ડ કપની ફાઈનલ 13 નવેમ્બરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. સેમિફાઇનલ 9 અને 10 નવેમ્બરે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ અને એડિલેડ ઓવલ ખાતે યોજાશે.

તે જ સમયે, 7 ફેબ્રુઆરીથી વર્લ્ડ કપ મેચોની ટિકિટોનું વેચાણ શરૂ થશે. જો કે, આ દરમિયાન કોરોનાની ગાઈડલાઇન્સનું પણ પાલન કરવું પડશે. આ આઠમો T20 વર્લ્ડ કપ હશે. ICC T20 વર્લ્ડ કપ 2007માં શરૂ થયો હતો. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના કેપ્ટન્સી હેઠળ ભારતે સૌથી પહેલા આ ટ્રોફી જીતી હતી. આ વખતે ICC T20 વર્લ્ડ કપ 2022 ઓસ્ટ્રેલિયામાં રમાશે. જોઈએ આ વખતે કોણ બાજી મારી જાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Cricket Gujarati News ICC T20 World Cup 2022 Schedule T20 Worldcup ICC T20 World Cup 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ