બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ICCના રેન્કિંગમાં યશસ્વી જયસ્વાલ ચળક્યો! હાર્દિક પંડયાને નુકસાન, ટોપ 10માં ત્રણ ભારતીય
Last Updated: 05:33 PM, 17 July 2024
ભારત vs ઝિમ્બાબ્વે પાંચ મેચોની શ્રેણી દરમિયાન ટીમ ઈન્ડિયાના શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. જેના પગલે T20 રેન્કિંગમાં આ બંનેને તેનો ફાયદો થયો છે. યશસ્વી જયસ્વાલને ચાર સ્થાનનો ફાયદો થયો છે અને તે હવે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે જ્યારે ઋતુરાજ ગાયકવાડ એક સ્થાન ગુમાવીને 8મા સ્થાને સરકી ગયો છે. સૂર્યકુમાર યાદવ આ શ્રેણીનો ભાગ ન હતો, જો કે તેના રેન્કિંગ પર કોઈ અસર થઈ નથી અને તે બીજા નંબર પર યથાવત છે. ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ બેટ્સમેન ટ્રેવિસ હેડ પ્રથમ નંબરે છે. આ રીતે ત્રણ ભારતીય ખેલાડીઓ ટોપ-10 T20 બેટર્સમાં સામેલ છે. શુભમન ગિલની વાત કરીએ તો તેને રેન્કિંગમાં 36 સ્થાનનો ફાયદો થયો છે અને હવે તે 37માં નંબર પર આવી ગયો છે. ગિલે ઝિમ્બાબ્વે સામેની શ્રેણીમાં સૌથી વધુ 170 રન બનાવ્યા હતા. T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લેનાર રોહિત શર્મા પાંચ સ્થાનના નુકસાન સાથે 42મા સ્થાને સરકી ગયો છે. ભારતના રિંકુ સિંહને ઝિમ્બાબ્વે સામે બેટિંગ કરવાની વધુ તક મળી ન હતી અને જ્યારે તેને મળી તો તે કંઈ જાદુઈ કરી શક્યો નહીં. તેને રેન્કિંગમાં આઠ સ્થાનનું નુકસાન થયું છે અને તે હવે 49માં સ્થાને સરકી ગયો છે.
ADVERTISEMENT
India players rise in the latest ICC Men's Player Rankings after T20I series win in Zimbabwe 📈 https://t.co/cgUD1BKQp7
— ICC (@ICC) July 17, 2024
ADVERTISEMENT
કુલદીપ યાદવ અને અક્ષર પટેલ બંને ઝિમ્બાબ્વે પ્રવાસ પર ગયા નથી અને બંનેને બોલિંગ રેન્કિંગમાં નુકસાન થયું છે. અક્ષર ચાર સ્થાન સરકીને ટોપ-10માંથી 13માં નંબરે અને કુલદીપ યાદવ ચાર સ્થાન નીચે 16માં સ્થાને આવી ગયો છે. રવિ બિશ્નોઈને ચાર સ્થાનનું નુકસાન થયું છે અને તે હવે 19માં નંબર પર છે. જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહને પણ તાજેતરની T20 રેન્કિંગમાં નુકસાન થયું છે, બંને અનુક્રમે 21મા અને 23મા સ્થાને આવી ગયા છે. વોશિંગ્ટન સુંદરને બોલિંગ રેન્કિંગમાં જબરદસ્ત 36 સ્થાનનો ફાયદો થયો છે અને તે હવે 46માં નંબર પર આવી ગયો છે. મુકેશ કુમારને પણ T20 રેન્કિંગમાં 21 સ્થાનનો બમ્પર ફાયદો થયો છે અને તે હવે 73માં નંબર પર આવી ગયો છે.
વધુ વાંચો : Video: ગૌતમ ગંભીર ભાવુક! ટીમ ઈન્ડિયાના નવા કોચે KKRને કહ્યું અલવિદા, જીત્યા ચાહકોના દિલ
હાર્દિક પંડ્યા ઝિમ્બાબ્વે સામેની શ્રેણીનો ભાગ નહોતો અને હવે તે T20 ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં ટોપ-5માંથી બહાર છે. ICC વર્લ્ડ કપ પૂરો થતાંની સાથે જ હાર્દિક નંબર-1 T20 ઓલરાઉન્ડર બની ગયો હતો, પરંતુ પછી વાનિંદુ હસરંગાને ફરીથી નંબર-1નો તાજ મળ્યો અને હાર્દિક બીજા સ્થાને સરકી ગયો. હાર્દિક હવે ચાર સ્થાનના નુકસાન સાથે છઠ્ઠા સ્થાને સરકી ગયો છે. ઓલરાઉન્ડર તરીકે અક્ષર પટેલે પણ રેન્કિંગમાં એક સ્થાન ગુમાવ્યું છે અને હવે તે 13માં નંબરે પહોંચી ગયો છે. બોલિંગની સાથે જ વોશિંગ્ટન સુંદરને ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં પણ મોટો વધારો મળ્યો છે અને તે આઠ સ્થાન આગળ વધીને 41મા સ્થાને પહોંચી ગયો છે. શિવમ દુબેને ઓલરાઉન્ડર રેન્કિંગમાં 35 સ્થાનનો ફાયદો થયો છે અને તે હવે 43માં નંબરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Champions Trophy 2025 / ચેમ્પિયન્સ ટ્રોફીમાં જસપ્રીત બુમરાહનું રમવું શંકાસ્પદ, આ દિવસે લેવાઈ શકે નિર્ણય
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.