ક્રિકેટ / ICC નિર્ધારિત સમય પર જ ટી20 વર્લ્ડ કપનું આયોજન કરવા માંગે છે, પણ હવે ખેલાડીઓએ વધારી મુશ્કેલી

icc still working on starting t20 world cup as per schedule

ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનારા આઇસીસી ટી 20 વર્લ્ડ કપમાં એક અજીબ પરિસ્થિતિ ઊભી થઈ છે. એક તરફ, આઇસીસી કોઈપણ સ્થિતિમાં આ ટુર્નામેન્ટનું આયોજન કરવા માંગે છે, તો બીજી તરફ યજમાન દેશના અધિકારીઓ અને ખેલાડીઓ સતત એવી વાતો કરી રહ્યાં છે કે, એવું લાગે છે કે તેઓ આ ટૂર્નામેન્ટ રમવા જ નથી માંગતા. કોરોના વાયરસને કારણે ક્રિકેટ જગત થંભી ગયું છે અને આવી સ્થિતિમાં આ ટૂર્નામેન્ટ પર સંકટના વાદળો ઘેરાયા છે, પરંતુ આઈસીસીના એક અધિકારીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે ટી 20 વર્લ્ડ કપ માટેની યોજનાઓ ચાલી રહી છે અને તેના વિશે કોઈ નવી માહિતી હાલ મળી નથી.

બ્રેકિંગ ન્યૂઝ