બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / icc salutes joginder sharma for fighting against corona virus outbreak

કર્તવ્ય / કોરોના વાયરસના કહેર વચ્ચે લોકોના જીવ બચાવવા ફરજ બજાવી રહેલા આ ખેલાડીને ICCએ કર્યું સલામ

Parth

Last Updated: 02:47 PM, 29 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસનાં કહેરનાં કારણે ભારતના લોકો ઘરમાં પૂરાઈ રહેવા મજબુર છે. ત્યાં બીજી તરફ ટીમ ઈન્ડિયાનો એક ખેલાડી રોડ પર દેશ સેવા કરી રહ્યો છે. આ ખેલાડીએ વર્ષ 2007માં ભારતને ટી 20 વર્લ્ડ કપ જીતાડ્યું હતું. હાલમાં જે હરિયાણા પોલીસમાં ડીએસપી છે અને ડ્યુટી પર છે. ICCએ પણ આ ક્રિકેટરને સલામ કર્યું છે.

  • આઈસીસીએ જોગીન્દર શર્માની તસવીર શેર કરી 
  • જોગીન્દર શર્મા હાલમાં હરિયાણા પોલીસમાં ડીએસપી છે
  • કોરોના લોકડાઉનમાં કરી રહ્યા છે ડ્યુટી 

કોરોનાના સંકટ સમયે આઈસીસીએ જોગીન્દર શર્માનાં ખૂબ વખાણ કર્યા છે. આઈસીસીએ ટ્વીટ કરીને કહ્યું કે 2007માં : ટી 20 વર્લ્ડ કપ હીરો, 2020 : દુનિયાનાં રીયલ હીરો. જે બાદ સોશિયલ મીડિયામાં સોશિયલ મીડિયા પર લોકો પણ જોગીન્દર શર્માને સલામ કરી રહ્યા છે. 

વર્ષ 2007માં ભારતને ટી 20 વર્લ્ડ કપ જીતાડનાર ખેલાડી જોગીન્દર શર્મા હાલમાં હરિયાણા પોલીસમાં ડીએસપી છે. પૂર્વ ઓલરાઉન્ડર જોગીન્દર શર્મા મહામારી સામે લડવામાં લોકોને મદદરૂપ થઇ રહ્યા છે. દેશમાં લોકડાઉનની જાહેરાત પીએમ મોદી દ્વારા કરવામાં આવી છે. છતાય લોકો ઘરની બહાર નીકળી રહ્યાં છે. જોગીન્દર શર્માને આ લોકોને રોકવાની જવાબદારી આપવામાં આવી છે. 

જોગીન્દર શર્માએ વર્ષ 2007માં વર્લ્ડ કપમાં ભારતને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જે બાદ તેઓ હરિયાણા પોલીસમાં જોડાઈ ગયા અને આજે ડીએસપી છે. તે હાલમાં દેશસેવામાં લાગેલા છે. 

જોગીન્દર શર્મા માત્ર 4 વન ડે 4 ટી 20 મેચ રમી છે. તેમણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પાંચ વિકેટ ઝડપી હતી. તેમણે 2007માં વર્લ્ડ કપ ફાઈનલ અને સેમીફાઈનલમાં શાનદાર પ્રદર્શન કરી ભારતને જીત અપાવી હતી. સેમીફાઈનલમાં તેમણે છેલ્લી ઓવરમાં બે વિકેટ જ્યારે ફાઈનલમાં છેલ્લી ઓવરમાં એક વિકેટ ઝડપી હતી. વર્ષ 2007 તેમના કરિયરનું છેલ્લું વર્ષ હતું. 

સંકળાયેલા મુદ્દાઓ

Corona Virus Cricket icc joginder sharma sports આઈસીસી કોરોના વાઇરસ કોરોના વાયરસ કોરોનાવાયરસ જોગીન્દર શર્મા coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ