બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / રોહિત શર્મા ત્રણ વર્ષ બાદ ટોપ-5માં સામેલ, ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારતના 3 ખેલાડીનો દબદબો
Last Updated: 05:13 PM, 11 September 2024
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC ટેસ્ટ બેટર રેન્કિંગ)ની તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ટીમના ત્રણ બેટ્સમેનોની રેન્કિંગમાં સુધારો થયો છે. બાંગ્લાદેશ સાથે શરૂ થનારી શ્રેણી પહેલા ભારત માટે આ એક સારા સમાચાર છે.
ADVERTISEMENT
રોહિત શર્મા, વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલના રેન્કિંગમાં સુધારો
રોહિત શર્મા ટેસ્ટ રેન્કિંગમાં 5માં નંબર પર આવી ગયો છે. જ્યારે યશસ્વી જયસ્વાલ છઠ્ઠા નંબરે પહોંચી ગયો છે. વિરાટ કોહલી ટેસ્ટ રેન્કિંગમાં 7મા નંબર પર છે. આ 3 ભારતીય બેટ્સમેન ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોપ 10માં છે. ખાસ વાત એ છે કે ત્રણેય બેટ્સમેનોની રેન્કિંગમાં એક સ્થાનનો ઉછાળો આવ્યો છે.
ADVERTISEMENT
આઈસીસી રેન્કિંગમાં શ્રીલંકાના ખેલાડીઓને પણ ફાયદો થયો
તાજેતરની ICC ટેસ્ટ રેન્કિંગમાં શ્રીલંકાના ઘણા ખેલાડીઓએ મોટી સફળતા હાંસલ કરી છે. ઓવલ ખાતે ઈંગ્લેન્ડ સામેની અપસેટ ટેસ્ટ જીત બાદ શ્રીલંકાના છ ખેલાડીઓએ તાજેતરની ICC મેન્સ ટેસ્ટ રેન્કિંગમાં કારકિર્દીની નવી ઉચ્ચ રેન્કિંગ હાંસલ કરી છે.
શ્રીલંકાએ તાજેતરમાં સમાપ્ત થયેલ શ્રેણીની ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે શ્રીલંકાની બહાર તેની પ્રથમ ટેસ્ટ જીત નોંધાવી હતી, જેમાં કેપ્ટન ધનંજય ડી સિલ્વા, મધ્યમ ક્રમના બેટ્સમેન કામિન્દુ મેન્ડિસ અને ઓપનિંગ બેટ્સમેન પથુમ નિસાંકા જેવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
ડી સિલ્વા પોતાની ટીમના બેટ્સમેનોની યાદીમાં ટોચનો ખેલાડી બન્યો
ડી સિલ્વા, ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં શ્રીલંકા તરફથી સર્વોચ્ચ સ્કોર ધરાવનાર બેટસમેન હતો, તેણે 69 રન બનાવ્યા, આ ઇનિંગના કારણે તેના રેન્કિંગમાં સુધારો થયો અને તેને ટેસ્ટ બેટ્સમેનોની રેન્કિંગમાં ત્રણ સ્થાન આગળ આવ્યો, હવે તે પોતાની ટીમના બેટ્સમેનોની યાદીમાં ટોચનો ખેલાડી છે.
આ પણ વાંચોઃ એવાં 5 ક્રિકેટર્સ જે એક સમયે કરોડપતિ કહેવાતા, આજે પાઈ-પાઈ માટે થઇ રહ્યાં છે મોહતાજ, એક તો છે ભારતીય
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.