Friday, July 19, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

WC 2019 / ધોની આઉટ થયો એ નો બોલ હતો, અમ્પાયરના નિર્ણય પર ભડકયાં ફેન્સ

ધોની આઉટ થયો એ નો બોલ હતો, અમ્પાયરના નિર્ણય પર ભડકયાં ફેન્સ

મેચને લઇને સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ થઇ રહ્યા છે, જેમાં લોકો ન્યૂઝીલેન્ડ સામે ભારતની હાર માટે અમ્પાયરના ખોટા નિર્ણયને જવાબદાર ગણાવે છે.

આઇસીસી વર્લ્ડકપ 2019માં પુરસ્કારની પ્રબળ દાવેદારના રૂપમાં ઇંગ્લેન્ડ જનાર ટીમ ઇન્ડિયાની સફર સેમીફાઇનલમાં ખતમ થઇ ગઇ છે. ભારતે બે દિવસ સુધી ચાલેલી આ રોમાંચક મેચમાં બુધવારે ન્યૂઝીલેન્ડના હાથથી 18 રનોથી હારથી સામનો કરવો પડ્યો. મેચને લઇને સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઇ રહ્યા છે. જેમાં લોકો ભારતની હાર માટે અમ્પાયરનો ખોટો નિર્ણય જવાબદાર માની રહ્યા છે. 

સોશિયલ મીડિયા પર કહેવામાં આવી રહ્યું છે કે મહેન્દ્ર સિંહ ધોની જે બોલ પર રન આઉટ થયો એને નો બોલ આપવાનો હતો. ટ્વિટર યૂઝર્સનું કહેવું છે કે અમ્પાયરે ધોનીના રન આઉટના નિર્ણયમાં પાવર પ્લે દરમિયાન ફીલ્ડિંગના નિયમોને નજર અંદાજ કર્યો. 
લોકોનું કહેવું છે કે ત્રીજા પાવર પ્લેમાં ત્રીસ યાર્ડ ક્ષેત્ર બહાર વધારેમાં વધારે 5 ખેલાડી જ બહાર રહી શકે છે, પરંતુ ધોનીના રન આઉટ વખતે 6 ખેલાડી સર્કલ બહાર હતા. 

એક યૂઝરે ટ્વિટ કર્યું કે કેટલી જોરદાર અમ્પાયરિંગ...? મહેન્દ્ર સિંહ ધોનીને રન આઉટ નહતો આપવાનો કારણ કે તે નો બોલ હતો. ધોનએ રમવું જોઇતું હતું અને ભારત જીતતું. શું મહાન વર્લ્ડકપ છે? શું મહાન એમ્પાયરિંગ છ?

તો બીજા યૂઝરે લખ્યું શું મે એકલા એ જોયું? ધોનીના રન આઉટ થતા પહેલા સર્કલથી 6 ખેલાડીઓ બહાર હતા. ખબર નહીં આ અમ્પાયરિંગ ફૉલ્ટ છે કે જીપીએસ ભૂલ? શું ધોની હજુ પણ રન આઉટ?

એક અન્ય યૂઝરે ટ્વિટ કર્યું કે 'અમ્પાયરિંગમાં ભૂલ? શું તે આ વર્લ્ડકપના સેમીફાઇનલમાં સહન કરી શકતા હતા? સર્કલની બહાર 6 ખેલાડી... તેઓ ત્રીજા પાવર પ્લેમાં, કેટલી વાર આવી રીતે રમ્યા?'

શું છે પાવરપ્લે 3 માં ફીલ્ડિંગનો નિયમ 
નિયમ પ્રમાણે ત્રીજા પાવર પ્લે દરમિયાન ત્રીસ યાર્ડ ક્ષેત્ર બહાર વધારેમાં વધારે પાંચ જ ખેલાડી રહી શકે છે. પરંતુ ધોનીને બૉલ ફેંકતા પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ ગ્રાફિક્સમાં જોવા મળી રહ્યું છે કે ન્યૂઝીલેન્ડની 6 ખેલાડી સર્કલની બહાર ઊભા હતા. અહીંયા યાદ રાખવા જેવી એ વાત છે કે જે બોલ પર ધોની રન આઉટ થયો એ નો બોલ પણ હોત, તો પણ એ આઉટ હોત. 

(નિયમ અનુસાર, જેટલા ખેલાડી ત્રીસ યાર્ડ ક્ષેત્રમાં હોવા જોઇએ, એનાથી વધારે અથવા ઓછા હોવા પર નો બોલ કરાર આપવામાં આવે છે. નો બોલ રહેવા પર રન આઉટ સિવાય કોઇ પણ રીતે બેટ્સમેન આઉટ ગણાય નહીં. આમ જો અમ્પાયરે નો બોલ જાહેર કર્યો હોત તો પણ ધોની રન આઉટ ગણાત. 

નોંધનીય છે કે ધોની ક્રિઝ પર ભારતની છેલ્લી આશા હતી. છેલ્લી 2 ઓવરોમાં ભારતને 31 રનોની જરૂર હતી. ધોનીએ પહેલા બોલ પર છગ્ગો માર્યો અને બીજા બોલ પર રન લેવા ઇચ્છ્યા. બીજો રન લેવા દોડેલા ધોની, માર્ટિન ગપ્ટિલની ડાયરેક્ટ હિટથી પહેલું બેટ ક્રીઝ પર રાખી શક્યો નહીં અને અહીંયા ભારતની આશા ખતમ થઇ ગઇ. ધોનીએ 72 બોલનો સામનો કરીને એક છગ્ગો અને એક ચોગ્ગો માર્યો.  

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ