બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ચેમ્પિયન ટ્રોફી માટે પાક. જવાના ભારતના ઈન્કાર બાદ, પાક.ક્રિકેટ ચીફ કર્યું મોટું એલાન
Last Updated: 07:08 PM, 8 November 2024
આવતા વર્ષે યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)નું ટેન્શન વધી ગયું છે. સુરક્ષાના કારણોસર ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે તેવી પૂરી શક્યતા છે. ભારત સરકારે હજુ સુધી ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન પ્રવાસની મંજૂરી આપી નથી. એક સમાચાર એજન્સીના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે જો ભારત પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે તો ટૂર્નામેન્ટનું આયોજન 'હાઈબ્રિડ મોડલ' હેઠળ થઈ શકે છે. આ અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે પાકિસ્તાન 'હાઈબ્રિડ મોડલ' હેઠળ આ ટુર્નામેન્ટ યોજવા માટે સંમત થઈ ગયું છે અને ભારત તેની તમામ મેચ યુએઈમાં રમશે.
ADVERTISEMENT
જોકે ICCએ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. હવે આ સમગ્ર મામલે PCB ચીફ મોહસિન નકવીનું નિવેદન સામે આવ્યું છે. નકવીએ કહ્યું કે જો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને કોઈ સમસ્યા હોય તો તેને લેખિતમાં જણાવવું પડશે. આ પછી જ આપણે 'હાઈબ્રિડ મોડલ' વિશે વાત કરી શકીશું. મોહસીન નકવીએ લાહોરમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, અમારું સ્પષ્ટ વલણ છે કે જો બીસીસીઆઈને કોઈ સમસ્યા હોય તો તેણે અમને લેખિતમાં આપવી પડશે. આજ સુધી અમે કોઈ 'હાઈબ્રિડ મોડલ' વિશે વાત કરી નથી, પરંતુ અમે તેના વિશે વાત કરવા તૈયાર છીએ. હવે જો ભારતીય મીડિયા આ વિશે રિપોર્ટિંગ કરી રહ્યું છે, તો ICCએ અમને કોઈ પત્ર આપ્યો હશે અથવા ભારતીય બોર્ડે ક્યાંક આ લખ્યું હશે. અત્યાર સુધી આવો કોઈ પત્ર મારી કે PCB સુધી પહોંચ્યો નથી.
ADVERTISEMENT
PCB Chairman Mohsin Naqvi's media talk at Gaddafi Stadium as he inspected the venue's upgradation pic.twitter.com/TyO64WLAyX
— Pakistan Cricket (@TheRealPCB) November 8, 2024
નકવી કહે છે, અમે ઈચ્છીએ છીએ કે ક્રિકેટ રાજકારણથી મુક્ત રહે. દુનિયાની કોઈપણ રમતમાં આ પ્રકારનું રાજકારણ ન થવું જોઈએ. અમે ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીઓ ચાલુ રાખીશું. જો ભારત પીછેહઠ કરવાનું નક્કી કરે છે, તો અમે અમારી સરકાર પાસેથી સલાહ લઈશું અને તે મુજબ જવાબ આપીશું કારણ કે ભૂતકાળમાં ઘણા પ્રસંગોએ BCCI સાથે અમારા સંબંધો ખૂબ જ સૌહાર્દપૂર્ણ રહ્યા છે.
તમને જણાવી દઈએ કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ચેમ્પિયન્સ ટ્રોફીનું શિડ્યુલ તૈયાર કરીને આઈસીસી અને તેના સભ્ય દેશોને મોકલી દીધું છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, ICCનું એક પ્રતિનિધિમંડળ 10 થી 12 નવેમ્બર સુધી લાહોર પહોંચશે અને તમામ તૈયારીઓનું નિરીક્ષણ કરશે. દરમિયાન ચેમ્પિયન્સ ટ્રોફીના શિડ્યુલની જાહેરાત 11મી નવેમ્બરે થઈ શકે છે. રિપોર્ટ્સનું માનીએ તો 19 ફેબ્રુઆરીએ કરાચીમાં લોન્ચ કરવામાં આવશે. જ્યારે ફાઈનલ 9 માર્ચે લાહોરમાં રમાશે. ઓપનિંગ મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. તેમજ શેડ્યુલ મુજબ ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. A માં ભારત, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડની સાથે બાંગ્લાદેશની ટીમ પણ હશે. જ્યારે ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનને ગ્રુપ બીમાં રાખવામાં આવ્યા છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 1 માર્ચે લાહોરમાં મેચ રમાશે. ભારતની તમામ મેચ લાહોરમાં યોજાય છે. BCCI દ્વારા ભારત પ્રવાસ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ભારતીય ટીમે છેલ્લે 2008માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. ત્યારબાદ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન પ્રવાસ પર એશિયા કપ રમ્યો હતો. ત્યારબાદ ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી, જ્યાં શ્રીલંકાના સામે 100 રને હારી ગયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.