બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / પાકિસ્તાનના દિગ્ગજ પ્લેયરે એવું શું નિવેદન આપ્યું કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્જાયો વિવાદ, જાણો વિગત
Last Updated: 08:13 AM, 11 December 2024
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પર નિર્ણય ક્યારે આવશે, ભારત અને પાકિસ્તાન વચ્ચે શું સહમતિ સાધશે? છેલ્લા કેટલાક સમયથી ચેમ્પિયન્સ ટ્રોફી પર વિવાદ ચાલી રહ્યો હતો, હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય નથી આવ્યો, પણ હવે પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી રાશિદ લતીફે (Rashid Latif) એવું નિવેદન આપ્યું છે, જેના કારણે નવો વિવાદ ઉભો થઈ શકે છે. રાશિદ લતીફનું કહેવું છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તેના પક્ષમાં વધુ કંઈ કહે તે પહેલા પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફીનો બહિષ્કાર કરવા પર વિચાર કરવો જોઈએ. રાશિદ લતીફનું માનવું છે કે આવો નિર્ણય લેવાથી ક્રિકેટ જગતમાં ખેલદિલી અને સમાનતાનો સંદેશ જશે.
ADVERTISEMENT
ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલેથી જ તણાવ છે, જ્યારે આ નિવેદન ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy 2025) ના વિવાદની આગમાં ઘી નાખવાનું કામ કરી રહ્યું છે. રાશિદ લતીફે (Rashid Latif) એક ઇવેન્ટમાં કહ્યું, "પાકિસ્તાને હવે ચેમ્પિયન્સ ટ્રોફીનો બહિષ્કાર કરવા વિશે વિચારવું જોઈએ. બીસીસીઆઈ કોઈ નિર્ણય લે તે પહેલા પાકિસ્તાને આ કામ કરી દેવું જોઈએ. ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવું જ ન જોઈએ."
ADVERTISEMENT
પાકિસ્તાન બની રહ્યું છે 'બલિનો બકરો'
રાશિદ લતીફે (Rashid Latif) એમ પણ કહ્યું કે હંમેશા પાકિસ્તાનને 'બલિનો બકરો' બનાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું, "અમને હંમેશા બલિનો બકરો બનાવવામાં અવ્યા છે, પછી ભલે તે ક્રિકેટ હોય કે અફઘાન યુદ્ધ. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ICC બધા એક જેવા છે કારણ કે તેમાંથી કોઈ પણ BCCIની વિરુદ્ધ જવા માટે તૈયાર નથી. હવે તેમની પાસે પાકિસ્તાનને આગળ ધકેલવાની તક છે, અમે એક સાથે આવી ગયા છીએ અને અમારી લડાઈ લડી રહ્યા છીએ. અહીં સૌથી મોટો ડર એ છે કે જો ભારત ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy 2025) નો બહિષ્કાર કરે છે, તો આવી સ્થિતિમાં અમે ક્યાં ઉભા હોઈશું."
આ પણ વાંચો: એડિલેડ ટેસ્ટમાં રોહિત શર્મા આ ખેલાડી પર બરાબરનો ભડક્યો, સ્ટમ્પ માઈકમાં રેકોર્ડ થઈ ઘટના
ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy 2025) માં પાકિસ્તાન હાઇબ્રિડ મોડલ અપનાવવા માટે તૈયાર થઈ ગયું હતું, પણ સાથે જ આગામી 3 વર્ષ સુધી ભારતમાં યોજાનારી ICC ઇવેન્ટ્સમાં હાઈબ્રિડ મોડલને લાગુ કરવાની શરત પણ મૂકી હતી. દુર્ભાગ્યવશ, તે પછી ICCએ ઘણી બેઠકો સ્થગિત કરી દીધી છે, પરંતુ હજી સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ક્રિકેટમાં જગતમાં ચર્ચા / કોહલી અને પંત રમશે રણજી ટ્રોફી, ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા લેવાયો મોટો નિર્ણય
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT