બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:40 PM, 4 December 2024
આવતીકાલે (5 ડિસેમ્બર) પાકિસ્તાન ક્રિકેટ માટે ખૂબ જ ખાસ દિવસ બનવા જઈ રહ્યો છે. આ દિવસે નક્કી થશે કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાનમાં યોજાશે કે નહીં. આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડલ હેઠળ પણ યોજવામાં આવી શકે છે. આ તમામ બાબતો ગુરુવારે જ સ્પષ્ટ થઈ જશે.
ADVERTISEMENT
2025ની શરુઆતમાં ચેમ્પિયન્સ ટ્રોફી
વાસ્તવમાં, ચેમ્પિયન્સ ટ્રોફી 2025 આવતા વર્ષની શરૂઆતમાં પાકિસ્તાનમાં યોજાવાની છે. પરંતુ ટૂર્નામેન્ટના સમયપત્રક અને સ્થળને લઈને હજુ કંઈ સ્પષ્ટ નથી. બીસીસીઆઈએ ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવાનો ઈન્કાર કરી દીધો છે. આવી સ્થિતિમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) હાઇબ્રિડ મોડલ પર વિચાર કરી રહી છે. પુરંતુ બીજી તરફ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ ભારત અને ICCને મોટો ઝટકો આપ્યો છે. PCBએ હાઇબ્રિડ મોડલને નકારી કાઢ્યું છે. તેનો અર્થ એ છે કે પીસીબીએ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે કે ભારત તેની મેચ પાકિસ્તાનની બહાર રમવાનું હતું. પીસીબીએ આઈસીસી પાસે એવી પણ માંગણી કરી છે કે જો ચેમ્પિયન્સ ટ્રોફી હાઈબ્રિડ મોડલ હેઠળ યોજવામાં આવે તો પાકિસ્તાન ભારતમાં આઈસીસી ટૂર્નામેન્ટની વધુ મેચો નહીં રમે.
ADVERTISEMENT
ICC જાહેર કરશે ફાઈનલ નિર્ણય
આ પહેલા ICCએ ચેમ્પિયન્સ ટ્રોફીના મુદ્દાને ઉકેલવા માટે 29 નવેમ્બરે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. પરંતુ ત્યારે કોઈ પ્રકારની જાહેરાત કરવામાં આવી ન હતી. જ્યારે મામલો મોકૂફ રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન 1 ડિસેમ્બરે ICCના અધ્યક્ષ પણ બદલાઈ ગયા છે. જય શાહે ICCના નવા અને સૌથી યુવા પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. દરમિયાન સમાચાર આવ્યા છે કે હવે ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને અંતિમ નિર્ણય ગુરુવારે આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે જો પાકિસ્તાન હાઈબ્રિડ મોડલને નકારવાના પોતાના સ્ટેન્ડ પર અડગ રહે છે તો ICC પાસે ટૂર્નામેન્ટ શિફ્ટ કરવાનો વિકલ્પ પણ હશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.