બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / આજથી ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત, પહેલી મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે ન્યુઝીલેન્ડની ટીમ
Last Updated: 01:10 PM, 19 February 2025
ICC ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટ આખરે આજથી શરૂ થશે. પાકિસ્તાન દ્વારા આયોજિત આ મેચ દુબઈ ખાતે રમશે. આજથી એટલે કે 19 ફેબ્રુઆરીથી આ મેચની શરૂઆત થઈ રહી છે ત્યારે પહેલો મુકાબલો ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે કરાંચીમાં થશે. ભારતીય સમય અનુસાર આ મેચ 2:30 વાગે શરૂ થશે. જો કે હાલ ક્રિકેટના આયોજનને લઈને ઘણી શંકાઓ સેવાઇ રહી છે. ક્રિકેટ સ્ટેડિયમથી લઈને પાકિસ્તાનની તૈયારી અંગે પણ શંકા છે ત્યારે એવું કહેવાઈ રહ્યું છે કે એક વાર આ મેચ શરૂ થશે એટલે બધી વાતો હાંસિયામાં ધકેલાઇ જશે. ઉલ્લેખનીય છે કે છેલ્લે વર્ષ 2017 માં ટાઇટલ જીત્યું હતું.
ADVERTISEMENT
Which team will add their name to this illustrious list at #ChampionsTrophy 2025? 🤔
— ICC (@ICC) February 19, 2025
More 👉 https://t.co/fabqi7qiYz pic.twitter.com/2gY8GpE4W9
23 ફેબ્રુઆરીએ મહામુકાબલો
ADVERTISEMENT
ભારત અને પાકિસ્તાન 23 ફેબ્રુઆરીએ આમને-સામને ટકરાશે. બે કટ્ટર હરીફો વચ્ચે યોજાનારી આ મેચને દર્શકો 'મહામુકાબલો' કહી રહ્યા છે. ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ એ એક ગેમ કરતાં વધુ ભાવનાત્મક લાગણી છે, એક ઇમોશન છે. આ દિવસે સોશિયલ મીડિયા પણ જાણે એક અખાડો બની જશે.
A mouth-watering match-up on the opening day of the #ChampionsTrophy 🔥
— ICC (@ICC) February 19, 2025
Find out how you can watch the big match here 📺 👉 https://t.co/AIBA0YZyiZ pic.twitter.com/r18cySFFT3
ભારતીય ટીમ ટાઇટલ જીતવા માટે મેદાનમાં ઉતરશે પણ એક નાની ભૂલ પણ તેને ભારી પડી શકે છે. આવું જ કઇંક વર્લ્ડ કપ 2023 ના ફાઇનલમાં પણ થયું હતું. જેમાં સમગ્ર ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યા બાદ પણ ટીમ ઈન્ડિયા હારી ગઈ હતી.
ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડ- ઈંગ્લેન્ડ
8 ટીમ વચ્ચે કુલ 15 મેચ
વધુ વાંચો: પલટાઇ ગયો વનડે ક્રિકેટનો ઇતિહાસ, એક ઝાટકે અમેરિકાએ તોડી નાખ્યો 40 વર્ષ જૂનો રેકોર્ડ
ચેમ્પિયન્સ ટ્રોફીની આ તમામ 15 મેચ 4 અલગ અલગ જગ્યાઓ પર યોજાશે જેમાંથી 3 વેન્યુ પાકિસ્તાનના હશે અને એક વેન્યુ દુબઈ હશે. ભારત તેની તમામ મેચ દુબઈમાં રમશે. જો ઇન્ડિયન ટીમ ક્વોલિફાય કરે છે તો તે ફાઇનલ દુબઈમાં રમશે. ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ 9 માર્ચે લાહોરમાં યોજાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.