બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ICC appreciates virat kohlis sportsman spirit

ખેલદિલી / વિરાટે દાખવી વિરાટ ખેલદિલી, આઈસીસીએ વીડિયો શેર કરી લખ્યું કંઈક આવું

Nikul

Last Updated: 08:23 PM, 6 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રમતનાં મેદાન પર ખેલ ભાવના મહત્ત્વની હોય છે. જેનું એક ઉત્તમ ઉદાહરણ ફરીવાર જોવા મળ્યું. ચેન્નાઈ ટેસ્ટનાં પહેલા દિવસે ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીએ તેમનાં વિરોધી કેપ્ટન જો રુટની મદદ કરીને ફેન્સનું દિલ જીતી લીધું છે.

  • આઈસીસીએ વિરાટ અને રુટનો વીડિયો શેર કર્યો
  • જો રુટનાં જમણા પગમાં આવ્યું ખેંચાણ
  • બીસીસીઆઈએ પણ ધોનીને યાદ કર્યો

રુટે કૌશલ, ટેકનીક અને સ્ટ્રોક રમવાની કળાનું પ્રદર્શન કર્યું
કોહલીની ખેલ ભાવનાની સામે જો રુટની બેવડી સદી ધરાવતી ઈનિંગ પર ફીકી લાગી રહી હતી. ચેન્નાઈમાં રમાઈ રહેલ ચેપોકની પીચ ઘણી સપાટ અને ધીમી જણાઈ રહી છે જેમાં જો રુટને સ્પિનરો વિરુદ્ધ સ્વીપ અને રિવર્સ સ્વીપ કરવામાં જરા પણ અડચણ નહોતી આવી. એવુ લાગી રહ્યું હતું કે તે શ્રીલંકા વિરુદ્ધની 228 અને 186 રનોની ઈનિંગને આગળ ધપાવી રહ્યો હતો. તેણે પોતાનાં કૌશલ, ટેકનીક અને સ્ટ્રોક રમવાની કળાનું શાનદાર ઉદાહરણ પૂરુ પાડ્યુ હતું. 


જમણા પગમાં ખેંચાણ આવ્યું 
87માં ઓવરમાં પગમાં ખેંચાણ આવ્યા છતા તેણે અશ્વિનના બોલ પર છક્કો માર્યો હતો. તે શોટ રમતી વખતે રુટના પગમાં ખેંચાણ વધી ગયું હતું અને ખેંચાણને લીધે તે જમીન પર પડી ગયો હતો. જમીન પર પડતા તેણે ફિઝિયોને બોલાવવાનો ઇશારો કરી દીધો હતો. પણ ફિઝિયોના આવતા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી તેની મદદે પહોંચી ગયો હતો. કોહલીએ રુટનાં જમણા પગને સ્ટ્રેચિંગ કરવાનું શરુ કરી દીધુ હતું.


આઈસીસીએ વીડિયો ટ્વીટર પર શેર કર્યો
આઈસીસીએ આ ઘટનાનો વીડિયો ટ્વીટર પર શેર કર્યો હતો. જેમાં લખ્યું હતું કે, વિરાટ કોહલીએ દિલ જીતવાવાળી ખેલદિલી દાખવી છે. વિરાટ કોહલીની આ ખેલદિલીની ભાવનાને જોઈને બીસીસીઆઈએ પણ ધોનીને યાદ કરીને એક વીડિયો શેર કર્યો હતો જેમાં ધોની સાઉથ આફ્રિકાનાં પ્લેયરને સ્ટ્રેચિંગ કરતો નજરે પડે છે. ધોનીએ 2015માં મુંબઈમાં રમાયેલ મેચમાં દક્ષિણ આફ્રિકાનાં બેટ્સમેન ફાફ ડુપ્લેસિસની સ્ટ્રેચિંગ કરી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

BCCI KOHLI Virat Kohli icc test cricket આઈસીસી કોહલી ટેસ્ટ ક્રિકેટ ટેસ્ટ મેચ બીસીસીઆઇ વિરાટ કોહલી sports
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ