બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / T20 વર્લ્ડકપ જીતવા પર મહિલાઓને મળશે પુરુષ ટીમ જેવો ફાયદો, ICCએ લીધો ઐતિહાસિક નિર્ણય
Last Updated: 10:00 AM, 18 September 2024
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા મંગળવારે જાહેરાત કરી કે વર્લ્ડ કપમાં હવે પુરૂષ અને મહિલાઓને પુરસ્કારની સમાન રકમ આપવામાં આવશે. તેની શરૂઆત આવતા મહિને સંયુક્ત આરબ અમીરાત (UAE)માં યોજાનાર મહિલા T20 વર્લ્ડ કપથી થશે. મહિલા T20 વર્લ્ડ કપની કુલ ઇનામી રકમ હવે 7,958,080 યુએસ ડોલર (લગભગ 66 કરોડ 70 લાખ રૂપિયા) હશે, જે ગયા વર્ષે રમાયેલી ટૂર્નામેન્ટની કુલ ઇનામી રકમ 24 લાખ 50 હજાર ડોલર કરતાં 225 ટકા વધુ છે.
ADVERTISEMENT
The biggest-ever prize money pool put forward for ICC Women’s #T20WorldCup 2024 👀
— ICC (@ICC) September 18, 2024
More 👉 https://t.co/DqUUfpvjag pic.twitter.com/wDl8NC4e2H
T20 વર્લ્ડ કપ જીતનાર ટીમને હવે મળશે કેટલી રકમ?
ADVERTISEMENT
ICCએ કહ્યું કે પુરસ્કારની આ રકમમાંથી મહિલા T20 વર્લ્ડ કપ જીતનાર ટીમને હવે 23 લાખ 40 હજાર યુએસ ડોલર મળશે. ઓસ્ટ્રેલિયાને ગયા વર્ષે મહિલા T20 વર્લ્ડ કપ જીતવા બદલ $1 મિલિયનની ઇનામી રકમ મળી હતી. ત્યારે હવે આ રકમમાં 134%નો વધારો થયો છે. ભારતીય પુરૂષ ટીમને આ વર્ષે T20 વર્લ્ડ કપની વિજેતા બનવા માટે 24 લાખ 50 હજાર ડોલરની ઇનામી રકમ મળી હતી.
આ સાથે જ હવે ક્રિકેટ એ પહેલી પ્રમુખ રમત બની ગઈ છે જેમાં વિશ્વ કપમાં પુરૂષો અને મહિલાઓ માટે પુરસ્કારની રકમ સમાન છે. મહિલા T20 વર્લ્ડ કપની રનર અપ ટીમને 11 લાખ 70 હજાર ડોલરની ઇનામી રકમ મળશે. જયારે સેમીફાઈનલમાં હારનાર ટીમોને હવે 675,000 ડોલર મળશે.
આ પણ વાંચો: ભારતીય હોકી ટીમે રચ્યો ઇતિહાસ, ચીનને હરાવી પાંચમી વખત જીત્યો એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ
મહિલા T20 વર્લ્ડ કપ માટે ભારતનું શેડ્યૂલ
મેગા ICC ઇવેન્ટ એટલે કે મહિલા T20 વર્લ્ડ કપ 3 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. ભારતીય મહિલા ટીમ 4 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે રમીને વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ પછી ભારત 6 ઓક્ટોબરે તેના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે.
In an endeavour to nurture the next rung of women fast bowlers, 9 participants trained at the National Cricket Academy under the tutelage of Troy Cooley during a 6 day camp to take their skills a notch higher and be ready to seize the opportunities that will come their way. 👍👍 pic.twitter.com/NBLrA3GbtA
— BCCI Women (@BCCIWomen) September 17, 2024
9 ઓક્ટોબરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ શ્રીલંકા સામે ટકરાશે. ટીમ ઇન્ડિયાની ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ 13 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.