પરિણામ /
ગુજરાતી દિકરીનો દબદબો! ICAI CA Result 2021નું પરિણામ જાહેર
Team VTV06:10 PM, 10 Feb 22
| Updated: 06:35 PM, 10 Feb 22
ca ફાઇનલ અને ફાઉન્ડેશનની પરીક્ષામાં સુરતની દિકરીએ મેદાન માર્યુ છે. અન્ય રાજ્યોને પાછળ છોડીને ગુજરાતની દીકરી ટોચના સ્થાને આવી છે.
CA ફાઇનલ અને ફાઉન્ડેશનની પરીક્ષાના પરિણામો જાહેર
ડિસેમ્બર 2021ની ICAIએ પરિણામ કર્યા જાહેર
સુરતની રાધિકા ચૌથમલે મેળવ્યુ ટોચનું સ્થાન
ડિસેમ્બર 2021ની ICAI CA ફાઇનલ અને ફાઉન્ડેશનની પરીક્ષાના પરિણામો જાહેર થઇ ગયા છે.. આ વર્ષે સીએ ફાઈનલના નવા કોર્સમાંથી 95,213 અને સીએ ફાઈનલના જૂના કોર્સમાંથી 32,888 ઉમેદવારોએ પ્રવેશ લીધો હતો. ICAI CA ફાઇનલ પરિણામની જાહેરાત કરતી વખતે, સંસ્થાએ ટોચના ત્રણ રેન્ક ધારકોની પણ જાહેરાત કરી છે. ICAI CA ફાઇનલ ડિસેમ્બર 2021ની મેરિટ લિસ્ટ મુજબ, સુરતની રાધિકા ચૌથમલ બેરીવાલાએ 80 પર્સન્ટાઇલ સાથે ટોચનું સ્થાન મેળવ્યું છે. આ વખતે ગુજરાતની દિકરીએ મેદાન માર્યુ છે. સીએ ફાઇનલમાં ટોચના સ્થાને રહીને ગુજરાતનું નામ રોશન કર્યુ છે. રાધિકાની મહેનતે આજે તેને આ મુકામ સુધી પહોંચાડી છે જે બદલે સુરત વાસીઓ તથા ગુજરાતીઓ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે.
બીજા અને ત્રીજા સ્થાને કોણ ?
ICAI CA ફાઈનલ નવા કોર્સના બીજા અને ત્રીજા ક્રમે યુપી ખતૌલીના નીતિન જૈન જેણે 79 ટકા અને ચેન્નાઈના નિવેદિતા એનએ 79 ટકા મેળવ્યા છે.
આ વેબસાઇટ પરથી દેખાશે પરિણામ
caresults.icai.org
icai.nic.in
icai.org
icaiexam.icai.org
આ વેબસાઇટ પરથી રોલ નંબર સબમિટ કરવાનો રહેશે. આ પછી, વિદ્યાર્થીઓ તેમના CA પરિણામ 2022 અને સ્કોર કાર્ડ જોઈ શકશે. જેની પ્રિન્ટ લીધા બાદ વિદ્યાર્થીઓએ તેની સોફ્ટ કોપી લેવાની રહેશે.તે પણ સેવ કરવાની રહેશે. ઉપરાંત, તમારો રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ પણ સેવ કરી લેવો. જેમણે ઈ-મેલ પર તેમના પરિણામ માટે નોંધણી કરાવી છે તેઓને પરિણામ ઓનલાઈન ઉપલબ્ધ થતાં જ સંબંધિત ઈ-મેલ પર મોકલવામાં આવશે.