બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / IB officer in Ahmedabad gave 15000 to killers of his wife

મોટો ઘટસ્ફોટ / અમદાવાદમાં IB અધિકારીએ જ પત્નીને પતાવી દેવા માટે તેલંગાણાના હત્યારાઓને 15000ની આપી હતી સોપારી, જાણો મામલો

Mahadev Dave

Last Updated: 11:48 PM, 6 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેજલપુરમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે તેલંગણાના એક વ્યક્તિની ધરપકડ કરી જેની પૂછપરછમાં પતિએ સોપારી આપીને પત્નીની હત્યા કરાવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

  • અમદાવાદના વેજલપુરમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો
  • પોલીસે આરોપી ખરેલુદ્દીન સૈયદની કરી ધરપકડ
  • હત્યામાં 4 લોકોની સંડોવણી ખુલી

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલ શ્રીનંદનગર વિભાગ -2 માં એફ બ્લોકના એક મકાનમાંથી મનીષા દુધેલા નામની મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે પ્રાથમિક તબક્કે પોલીસે અકસ્માતે મોત નોંધી આ અંગે તપાસ શરૂ કરતાં ડોક્ટરના રિપોર્ટમાં મહિલાની હત્યા થઈ હોવાનું ફલિત થયું હતું . જેને પગલે વેજલપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ માટે ટીમો કામે લાગી હતી. આ મહિલાની હત્યા કરનારા શખ્સોને પકડવા અલગ અલગ ટીમો બનાવવામાં આવી પોલીસે પ્રાથમિક તબક્કે અલગ અલગ થીયરી તપાસ કરતા સોસાયટીમાંથી પસાર થતા બે શકમંદો નજરે પડ્યા હતા. ત્યારબાદ અલગ-અલગ સીસીટીવી ફૂટેજ આધારે આ બંને પલ્સર બાઈક લઈ મકરબા વિસ્તારમાંથી નીકળ્યા હોવાનું જાણવા મળતા પોલીસે વાહનને લઈને તપાસ કરતા આ વાહન રોયલ બ્રધર્સથી ભાડે લીધું હતું અને ભાડે લેનાર તેલંગણાનો હોવાનું ખુલ્યુ હતું. 

ઘરેલું હિંસાના કેસની અદાવતમાં કરાઈ હત્યા
જેથી આ માહિતીના આધારે આરોપીને પકડવા પોલીસની એક ટીમ તેલંગાણા રવાના થઈ હતી. જ્યાં વાહન ભાડે લેનાર આરોપી ખલીલુદ્દીન સૈયદની ધરપકડ ક અને તેની પૂછપરછમાં હત્યાનો ભેદ ઉકેલાયો છે. આ પ્રકરણમાં મનીષાના પતિ રાધાકૃષ્ણએ સોપારી આપીને હત્યા કરાવી હોવાનો ચોંકાવનારા ખુલાસા થયા છે. ઝોન 7 એલસીબી ટીમે ખલીલ ઉદ્દીન સૈયદની પ્રાથમિક પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી કે મૃતક મનિષાબેનના પતિએ હત્ય અંગે કાવતરું ઘડ્યું હતું અને ખલીલઉદ્દીન સાથે જૂનો પરિચય હોવાથી મનિષાબેનના પતિ એજ આ કામ તેમને સોંપ્યું હતું. મહત્વનું છે કે મૃતક મનિષાબેનના પતિ ઈન્ટેલિજન્ટ બ્યુરોમાં પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવે છે અને પારિવારિક તકરારના કારણે મનિષાબેનનું કાસળ કાઢી નાખવા હત્યાનો પ્લાનિંગ કરવામાં આવ્યો હતો. 

તેલંગાણાથી આરોપીઓ હત્યા કરવા અમદાવાદ આવ્યા હતા
મનિષાબેનના પતિ છેલ્લા દસેક વર્ષથી મધ્યપ્રદેશમાં ઈન્ટેલિજન્સ બ્યુરોમાં ફરજ બજાવે છે. ખીલીલુદીનને સોપારીને લઈને રૂ 15000 પણ આપ્યા હોવાનું ખુલ્યું છે. જોકે આ હત્યા કરવા પાછળ કારણ શું હોય તે અંગે પોલીસે તપાસ કરતા ખલીલઉદ્દીને કબૂલ્યું હતું કે આઇબી ઓફીસર રાધાકૃષ્ણ મધુકર દુધેલા સાથે છેલ્લા ઘણા સમયથી પરિચયમાં છે અને મૂળ બંને તેલંગાણાના હોવાથી પારિવારિક તકરારનો અંત લાવવા પત્ની મનીષાબેનનું ઢીમ ઢાળી  દેવા કહ્યું હતું. જેના કારણે ખીલીલુદીનને પોતાને બે સાગરીતો સતીષ અને જાવેદને સાથે રાખીને હત્યાના 10 દિવસ પહેલા તેલંગણાથી અમદાવાદ આવીને  વેજલપુર વિસ્તારમાં મનીષા બેનની રેકી કરી તમામ ગતિવિધિથી પરિચિત થઈ હત્યાને અંજામ આપ્યો હતો.

આઈબી પતિ ઓફિસર રાધાકૃષ્ણ અને હત્યારાની શોધખોળ 
હાલ આ હત્યા અને ગુનાહિત ષડયંત્રના કેસમાં ચાર આરોપીઓની સંડોવણી સામે આવી છે. જેમાંથી એક જ આરોપી તેલંગાણાથી પકડાયો છે. જ્યારે આઈબી પતિ ઓફિસર રાધાકૃષ્ણ મધુકર દુધેલા અને હત્યામાં સંડોવાયેલ સતીશ અને જાવેદ નામના બંને શખ્સોની પોલીસે શોધખોળ શરૂ કરી છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

IB અધિકારી ahmedabad અમદાવાદ તેલંગણા પત્નીની પતિએ આપી સોપારી Murder
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ