બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / IB alert terror Infiltration kutch border Gujarat
Hiren
Last Updated: 11:48 PM, 13 August 2019
જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર કલમ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાનમાં ઉશ્કેરાયું છે. પ્રૉપગેન્ડા અને કૂટનીતિક તરીકે કામ ન આવવા પર તેઓ આતંકવાદીઓની ઘૂસણખોરી પણ કરાવી શકે છે. જેને ધ્યાને રાખતા કચ્છમાં ભારતની પાકિસ્તાન સાથે જોડાયેલ બોર્ડરને લઇને ટેરર અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઇન્ટેલિજેન્સ બ્યૂરોએ ગુજરાત પોલીસે આ અલર્ટ મોકલ્યું છે.
ADVERTISEMENT
પાકિસ્તાન સતત ભારતમાં આતંકીઓને ઘુસાડવાના પ્રયાસો કરી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખતા રાજ્યની કચ્છ બોર્ડર પર આતંકી અલર્ટ જારી કરવામાં આવ્યું છે. ખુફિયા એજન્સીઓએ ગુજરાત પોલીસને અલર્ટ રહેવા કહ્યું છે.
#Gujarat Gujarat: A terror alert has been issued by Central Intelligence Bureau to Gujarat Police about terrorist intrusion via Indo-Pak border at Kutch-Gujarat; Marine and border police deployed on these border areas. pic.twitter.com/5lBjFlZWm4
— ANI (@ANI) August 13, 2019
ADVERTISEMENT
તો બીજી તરફ આતંકીઓની ઘૂસણખોરીના અલર્ટને લઈને ભારત-પાક બોર્ડ પર મરીન અને સીમા પોલીસને તૈનાત કરવામાં આવી છે. આ સિવાય પણ બોર્ડર વિસ્તારમાં રહેનારા લોકો અને માછીમારોને પણ સતર્ક રહેવા કહેવાયું છે.
સાથે જ કોઈપણ શંકાસ્પદ બોટ કે, વ્યક્તિ દેખાવા પર પોલીસને જાણ કરવા સૂચના અપાઈ છે. મહત્વનું છે કે, આગામી 15મી ઓગસ્ટને લઈને ગુજરાત અને મહારાષ્ટ્રમાં આતંકી હુમલાનું અલર્ટ આપવામાં આવ્યું છે. કદાચ આ જ નાપાક ઈરાદાઓને પાર પાડવા માટે પાકિસ્તાન આતંકીઓને ઘુસાડવાના પ્રયાસો કરી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.