બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:21 AM, 23 July 2024
9 મહિના પહેલા ગેંગસ્ટર સાથે ભાગી ગઈ. હવે શનિવારે આઈએએસની 45 વર્ષીય પત્ની ગાંધીનગર સ્થિતિ પોતાના ઘેર પાછી આવી અને ઘરમાં ઘુસવા ન દેવાતાં ઘર બહાર ઝેરી દવા પીને દવા ગટગટાવીને જીવનનો અંત આણ્યો હતો.
ADVERTISEMENT
આઈએએસ ઓફિસરની પત્નીને ગેંગસ્ટર સાથે હતો પ્રેમસંબંધ
IAS રણજીતકુમાર ગુજરાત વીજ નિયમન પંચનાં સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે. તેમજ 45 વર્ષીય તેમની પત્નિ સૂર્યા નવ મહિના પહેલા મહારાજનાં નામથી જાણીતા લોકલ ગેગસ્ટર સાથે ભાગી ગઈ હતી અને નવ મહિના બાદ ઘેર પાછી આવી હતી પરંતુ આઈએએસ રણજીત કુમારે તેને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. રણજીત કુમારે પોતાના સ્ફાટને સૂચના આપી હતી કે, સૂર્યાને તેમનાં ઘરમાં જવા દેવામાં ન આવે. ત્યારે શનિવારે સવારે સૂર્યા જ્યારે ઘરે પહોંચી ત્યારે તેમને ગેટ પર જ રોકી દેવામાં આવ્યા હતા. સૂર્યાએ અંદર જવા માટે ઘણી વિનંતી કરી પરંતું કંઈ જ ઉકેલ ન આવતે સૂર્યાએ બંગલા બહાર જ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જે બાદ તેઓને તાત્કાલીક ધોરણે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન રવિવારે સવારે તેઓનું મોત નિપજ્યું હતું.
ADVERTISEMENT
વધુ વાંચો : IAS અધિકારીની પત્નીના આપઘાત કેસમાં નવો વળાંક, સામે આવ્યું ગેંગસ્ટર કનેક્શન!
સૂર્યા પર બાળકના અપહરણનો આરોપ
સૂર્યાનું નામ 14 વર્ષ પહેલા એક છોકરાનાં અપહરણ કેસમાં સામે આવ્યું હતું જેમાં તેનો પ્રેમી મહારાજ અને તેના મિત્રો પણ સંડોવાયેલા હતા. આ તમામ લોકોએ છોકરાની મા સાથે પૈસાનાં ઝઘડાને લઈ 11 જુલાઈનાં રોજ અપહરણ કર્યું હતું. જે બાદ છોકરાની મા પાસેથી 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. પરંતું મદુરૈ પોલીસે છોકરાને છોડાવી લીધો હતો. જે બાદ પોલીસે સૂર્યા સહિત આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT