Ias Officer Anuj Malik Offer Slipper To Girl Labours Pic Will Win Your Heart
વ્યથા વતન વાપસીની /
ખરા તાપમાં ખુલ્લા પગે ચાલી રહી હતી યુવતી, IAS ઓફિસરે જાતે પહેરાવ્યા ચપ્પલ
Team VTV11:15 AM, 20 May 20
| Updated: 11:56 AM, 20 May 20
લોકડાઉનને કારણે દેશભરમાં પરપ્રાંતિય મજૂરો પોતાના વતનથી દૂર ફસાયેલા છે અને પોતાના ઘરે પહોંચવા અનેક દુઃખ સહન કરી રહ્યાં છે. કેટલાય કિમી પગપાળા ચાલીને તેઓ ઘરે જવા નીકળી પડ્યાં છે. આ દરમિયાન ઘણાં લોકો આ મજૂરોની મદદ માટે આગળ આવી રહ્યાં છે. ગરીબ મજૂરો પાસે ભોજન નથી, પહેરવા માટે કપડાં નથી અને ઘણાંની તો રસ્તામમાં ચપ્પલ પણ તૂટી ગઈ છે અને એવામાં ધોમધખતા તાપમાં તેઓ ચપ્પલ વિના જ આગળ વધી રહ્યાં છે. આ દરમિયાન ગોરખપુરનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક યુવતીની ચપ્પલ તૂટી ગઈ હતી અને ખુલ્લા પગે ચાલતી જઈ રહી હતી, ત્યારે ત્યાં હાજર IAS ઓફિસરે જાતે તેને ચપ્પલ પહેરાવ્યા.
લોકડાઉનને કારણે પ્રવાસી મજૂરોની હાલત ખરાબ
અનેક મજૂરો પગપાળા પોતાના વતન જવા નીકળી પડ્યા છે
ત્યારે એક IAS ઓફિસરે એક છોકરીને પહેરાવી ચપ્પલ
આ છે સમગ્ર મામલો
ગોરખપુરની સીમા પર કેટલાક પ્રવાસીઓ એકઠા થયા હતા. આ દરમિયાન એક IAS ઓફિસર ત્યાં આવી હતી. તેમનું નામ અનુજ મલિક છે. તેમની નજર ત્યાં ઉભેલી એક યુવતી પર પડી. છોકરીએ ચપ્પલ નહોતી પહેરી અને તે તડકામાં ઊભી હતી. તો IAS ઓફિસર અનુજ મલિકે તરત જ એક ચપ્પલ મંગાવી અને પોતાના હાથે એ છોકરીને ચપ્પલ પહેરાવી.
પગપાળા ચાલતા-ચાલતા તૂટી ગઈ હતી ચપ્પલ
જે યુવતીને IAS ઓફિસરે ચપ્પલ પહેરાવી તેનું નામ શ્રેયા છે. શ્રેયા બિહારની રહેવાસી છે. તે ગોંડાથી પગપાળા ચાલીને બિહાર તેના ઘરે જવા નીકળી હતી. રસ્તામાં તેની ચપ્પલ તૂટી ગઈ. તેના પરિવારજનો પણ તેની સાથે જ હતા અને તે ખુલ્લા પગે જ ચાલતી રહી.
અન્ય લોકોએ પણ કરી મદદ
IAS ઓફિસરની મદદને જોઈને ત્યાં હાજર અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ પણ મદદ માટે આગળ આવ્યા. ત્યાં આવેલાં તમામ પ્રવાસી મજૂરો જેમની પાસે ચપ્પલ નહોતી, એ બધાં માટે ચપ્પલની વ્યવસ્થા કરી આપી. સાથે જ તેમના માટે જમવાની અને પાણીની પણ વ્યવસ્થા કરી આપી હતી.