બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / LIST: ગુજરાતમાં એક IASની બદલી તો એકને વધારાનો હવાલો, છૂટયો ઓર્ડર
Last Updated: 06:26 PM, 20 September 2024
રાજ્યના વધુ એક IAS અધિકારીઓને બદલીના આદેશ અપાયા છે તેમજ 1 અધિકારીને વધારોનો હવાલો સોપાયા છે. એમ.એ. પંડ્યા (SCS:GJ:2007)ની બદલી કરાઈ છે જ્યારે જેનુ દેવન (RR:GJ:2006)ને વધારોનો હવાલો સોંપાયો છે.
ADVERTISEMENT
એમ.એ. પંડ્યાની કરાઈ બદલી
એમ.એ. પંડ્યા, IAS (SCS:GJ:2007), સેટલમેન્ટ કમિશ્નર અને લેન્ડ રેકર્ડના નિયામક, ગાંધીનગરની બદલી કરવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ખાતે બદલીના આદેશ અપાયા છે.જેઓ હવે શિક્ષણ વિભાગના અધ્યક્ષ તરીકે ફરજ બજાવશે.
ADVERTISEMENT
જેનુ દેવનને વધારોનો હવાલો સોંપાયો
જેનુ દેવન, IAS (RR:GJ:2006), સુપરિન્ટેન્ડેન્ટ ઑફ સ્ટેમ્પ્સ અને ઇન્સ્પેક્ટર જનરલ ઑફ રજિસ્ટ્રેશન, ગાંધીનગર આગામી આદેશો સુધી સેટલમેન્ટ કમિશનર અને લેન્ડ રેકૉર્ડ્સ, ગાંધીનગરના પદનો વધારાનો હવાલો સંભાળશે.
આ પણ વાંચો: ટ્રાફિક, રખડતા ઢોર, પાર્કિંગની માથાકૂટ, VTV ગુજરાતી દ્વારા હેલ્પલાઈન નંબરનું રિયાલિટી ચેક, ખૂલી પોલ
વાંચો સમગ્ર પરિપત્ર
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.