બ્રેકિંગ ન્યુઝ
VTV / IAS grandparents commit suicide by writing suicide note said My sons have property worth crores but
Megha
Last Updated: 09:22 AM, 31 March 2023
ADVERTISEMENT
હરિયાણાના ચરખી દાદરીમાં IAS અધિકારીના દાદા-દાદીએ કથિત રીતે પરિવારથી કંટાળી આત્મહત્યા કરી લીધી. પોલીસ દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર વૃદ્ધ દંપતીએ આપઘાત કરતા પહેલા એક સુસાઈડ નોટ લખી હતી જે મરતા પહેલા પોલીસને સોંપી હતી. એ સુસાઇડ નોટમાં લખ્યું છે કે મારા પુત્રો પાસે 30 કરોડની સંપત્તિ છે, જ્યારે અમારી પાસે ખાવા માટે રોટલી પણ નથી. મહત્વનું છે કે સુસાઈડ નોટના આધારે પોલીસે ગુરુવારે પરિવારના ચાર સભ્યો પુત્ર, બે પુત્રવધૂ અને ભત્રીજા સામે ગુનો નોંધ્યો છે.
ઝેરી પદાર્થ ગળીને પોલીસને આપી માહિતી
મળતી માહિતી મુજબ મૂળ ગોપીના રહેવાસી જગદીશ ચંદ્ર અને ભગલી દેવી તેમના પુત્ર વિરેન્દ્ર જે બધડામાં રહેતા હતા. સાથે જ વીરેન્દ્ર આર્યનો પુત્ર વિવેક આર્ય 2021માં IAS બન્યો અને તેને હરિયાણા કેડર મળ્યો હતો. આ સાથે જ પોલીસે જાણકારી આપી છે કે જગદીશ ચંદ્ર અને તેની પત્ની ભાગલી દેવીએ બુધવારે રાત્રે ઘરે ઝેરી પદાર્થ ગળી લીધો હતો અને એ સાથે જ જગદીશ ચંદ્રાએ પોલીસ કંટ્રોલ રૂમમાં અડધી રાત્રે 2.30 વાગ્યે ઝેર ગળી ગયાની માહિતી આપી હતી. આ પછી ERV 151 ઘટનાસ્થળે પહોંચી હતી અને બાધડા પોલીસ સ્ટેશનની પોલીસ ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી
ADVERTISEMENT
મરતા પહેલા સુસાઈડ નોટ પોલીસને આપી
જણાવી દઈએ કે જગદીશચંદ્રએ મરતા પહેલા સુસાઈડ નોટ પોલીસને આપી હતી. પોલીસ ઘટના સ્થળે પંહોચી બાદ હાલત વધુ બગડતાં વૃદ્ધ દંપતીને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા અનેથી સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. જો કે ત્યાં પંહોચતા ડોક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા.
પુત્રો પાસે 30 કરોડની સંપત્તિ પણ મને આપવા માટે બે રોટલી નથી
સુસાઈડ નોટમાં જગદીશચંદ્રએ લખ્યું છે કે હું જગદીશચંદ્ર આર્ય તમને મારું દુ:ખ સાંભળાવું છું. મારા પુત્રો પાસે બધડામાં 30 કરોડની સંપત્તિ છે પણ તેમની પાસે મને આપવા માટે બે રોટલી નથી. હું મારા નાના પુત્ર સાથે રહેતો હતો. તેમનું 6 વર્ષ પહેલા અવસાન થયું. કેટલાક દિવસો સુધી તેની પત્નીએ તેને રોટલી આપી પણ એ પછી તે ખોટો ધંધો કરવા લાગી અને મારા ભત્રીજાને સાથે ભેળવી લીધો.
મને મારીને ઘરની બહાર કાઢી મૂક્યો
જ્યારે મેં આનો વિરોધ કર્યો તો તેને આ ન ગમી, હું મારા રહેતા ખોટું કામ ન થવા દેત એટલા માટે એમને મને મારીને ઘરની બહાર કાઢી મૂક્યો, હું બે વર્ષ વૃદ્ધાશ્રમમાં રહ્યો અને જ્યારે હું પાછો આવ્યો ત્યારે તેઓએ ઘરને તાળું મારી દીધું. આ સમય દરમિયાન મારી પત્નીને લકવો થયો અને અમે અમારા બીજા પુત્ર સાથે રહેવા લાગ્યા.
'સરકાર અને સમાજે તેમને સજા કરવી જોઈએ'
હવે તેઓએ પણ રાખવાની ના પાડી અને મને ખાવા માટે બે દિવસના વાસી લોટની રોટલી અને ખરાબ દહીં આપવાનું શરૂ કર્યું. કેટલા દિવસ સુધી આ ઝેર ખાઈ શકું એટલે મેં સલ્ફાસની ગોળી ખાધી. મારા મૃત્યુનું કારણ મારી બે પુત્રવધૂ, એક પુત્ર અને એક ભત્રીજો છે. આ ચારેય એ મારા પર જેટલો જુલમ કર્યો તેટલો જુલમ કોઈ બાળકે પોતાના માતા-પિતા સાથે ન કરવો જોઈએ. સરકાર અને સમાજે તેમને સજા કરવી જોઈએ. તો જ મારા આત્માને શાંતિ મળશે. મારી પાસે બેંકમાં બે ફિક્સ ડિપોઝીટ છે અને બધડામાં એક દુકાન છે, તે આર્ય સમાજ બધડાને આપવામાં આવે..
ચાર લોકો સામે કેસ નોંધવામાં આવ્યો
કેસના તપાસ અધિકારીએ જણાવ્યું કે, પોલીસ ગુરુવારે સવારે હોસ્પિટલ પહોંચી અને જરૂરી કાર્યવાહી પૂરી કરી. બંને વૃદ્ધ દંપતીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુસાઇડ નોટના આધારે પોલીસે પરિવારના ચાર સભ્યો સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો નોંધ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.