ias awanish sharan food wasted in the wedding people got angry after seeing this
શરમજનક /
અન્નનું અપમાન બંધ કરો: દિકરા-દિકરીના લગ્નમાં વર્ષોની કમાણી લગાવી દેતા હોય છે મા- બાપ, તેને આવી રીતે વેસ્ટ ન કરો
Team VTV06:15 PM, 20 Feb 22
| Updated: 06:16 PM, 20 Feb 22
આપણાં દેશમાં લગ્નમાં પાણીની જેમ પૈસા વેડફવામાં આવે છે. શણગારથી લઈને ખાવાનું અને વર વધુના કપડાં પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરી નાખતાં હોય છે. આ જ કારણ છે કે, આપણા દેશમાં લગ્ન દરમિયાન કેટલાય રૂપિયા તો ફક્ત ખાવામાં જ ખર્ચો થઈ જતો હોય છે.
ભારત જેવા દેશમાં લોકો લગ્નોમાં પાણીની જેમ પૈસા વાપરે છે
ખાવાનું બગાડ કરતા લોકો જરાં પણ અચકાતા નથી
સોશિયલ મીડિયા વાયરલ થઈ રહી છે આ તસ્વીર
આપણાં દેશમાં લગ્નમાં પાણીની જેમ પૈસા વેડફવામાં આવે છે. શણગારથી લઈને ખાવાનું અને વર વધુના કપડાં પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરી નાખતાં હોય છે. આ જ કારણ છે કે, આપણા દેશમાં લગ્ન દરમિયાન કેટલાય રૂપિયા તો ફક્ત ખાવામાં જ ખર્ચો થઈ જતો હોય છે. ત્યારે આવા સમયે સૌથી વધારે બગાડ લગ્નમાં જ થતો હોય છે. કેટલીય વાર લગ્નોમાં જોવા મળ્યું છે કે, લોકો આખી પ્લેટ ભરીને ખાવાનું લેતો હોય છે, અને બાદમાં બગાડ કરી કચરાની પેટીમાં તેને ફેંકી દેતા હોય છે. આવી સ્થિતી ત્યારે છે, જ્યારે ભારત વૈશ્વિક ભૂખમરાં સૂચકાંક 2021માં 116 દેશોની યાદીમા 101માં સ્થાન પર છે. ત્યારે આવા સમયે લગ્નમાં અને પાર્ટીમાં ખાવાનો બગાડ એ સૌથી વિટંમ્બણા છે. હાલના દિવસોમાં એક તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જે ખૂબ જ ચિંતાજનક છે.
નાનપણથી આપણે બધાં એવું સાઁભળતા આવ્યા છીએ કે, અન્નનો ક્યારેય બગાડ કરવો જોઈએ નહીં અને અન્નનું અપમાન પણ ન કરવું જોઈએ. પણ નાનપણમાં શિખેલો આ પાઠ લગ્નોમાં આપણે કેમ ભૂલી જતાં હોઈએ છીએ. જો બોલતો પુરાવો આ તસ્વીર છે. જેમાં આપ જોઈ શકો છો કે, એક વ્યક્તિ વાસણ સાફ કરી રહ્યો છે. જ્યાં પ્લેટમાં આપ જોઈ શકો છો કે, ખાવાનું કેટલુ વેસ્ટ જઈ રહ્યું છે. જો કે જોવા જઈએ તો, આ ખાવાનું આમ તો કેટલાય ગરીબ ભૂખ્યા લોકોનું પેટ ભરી શકે છે.
यह एक बेटी के बाप का निमंत्रण था वरना,,,
लोग 10 रू की चाट भी खाते हैं तो प्लेट तक चाट लेते हैं...
हमारे देश मे कई लोग ऐसे है जिन्हें दो वक्त का भोजन भी नही मिलता
कृपया भोजन का सम्मान करें 🙏🙏🙏🏻 pic.twitter.com/ng9LypYOge
વાયરલ થઈ રહેલી આ તસ્વીર આઈએએસ અધિકારી અવનીશ શરણે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શેર કરી છે. જેની સાથે તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, એ ફોટો જે આપના વેડીંગ ફોટોગ્રાફરથી છૂટી ગઈ હતી. ખાવાનું બગાડવાનું બંધ કરો. આ તસ્વીરને જોતા કેટલાય લોકો ભડકી ઉઠ્યા હતા અને પોતાનું રિએક્શન કમેન્ટમાં આપી રહ્યા હતાં.
એક યુઝર્સે લખ્યું હતું કે, આમ તો લોકો 10 પ્લેટ ચાટી ચાટીને ખાઈ જશે, પણ લગ્નોમાં કેમ ખાવાનું બગાડતા હશે, તો વળી બીજા એક યુઝર્સે લખ્યું હતું કે, એવા નિયમ બનાવવા જોઈએ જેથી ભોજનનો બગાડ અટકાવી શકાય. અન્ય એક યુઝર્સે લખ્યું હતું કે, લગ્નોમા વધેલું ખાવાનું જરુરિયાતમંદ લોકોમાં વહેંચી નાખવું જોઈએ.