કચ્છઃ મુંદ્રામાં એરફોર્સનું પ્લેન થયું ક્રેશ, પાયલટે લગાવી છલાંગ છતા મોત...

By : hiren joshi 12:25 PM, 05 June 2018 | Updated : 12:40 PM, 05 June 2018
કચ્છઃ બેરાજામાં એરફોર્સમાં એરફોર્સનું પ્લેન ક્રેશ થયું હતું. મુંદ્રા રામણીયાના જંગલમાં કોઈ કારણોસર પ્લેન ક્રેશ થયું હતું. ઘટનાના પગલે પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી હતી. કયા કારણોસર પ્લેન ક્રેશ થયું તેની તપાસ હાથ ધરી છે.શું છે સમગ્ર ઘટના...
એરફોર્સનું જગુઆર ફાઇટર પ્લેન જામનગરથી ઉડાન ભરીને કચ્છ તરફ જઇ રહ્યું હતું ત્યારે કોઇ કારણોસર તૂટી પડ્યું હતું. આ પ્લેન ક્રેશ થતા તેના પાયલટ સંજય ચૌહાણનું મોત થયું છે.જ્યારે આ પ્લેન ગૌચરની જમીનમાં જ્યાં ગાયો ચરી રહી હતી તે સ્થળ પર પડતા 4થી 5 પશુઓના મોત થયા છે. ગોવાળનો બચાવ થયો છે, જ્યારે જ્યાં પ્લેન પડ્યું તે જમીન પણ બળી ગઇ છે.પોલીસ-એરફોર્સ કાફલો ઘટના સ્થળે
મહત્વનું છે કે, એવું જાણવા મળી રહ્યું છે કે, પાયલટે પોતાના બચાવ માટે પ્લેનમાંથી છલાંગ લગાવી હતી પરંતુ તેમનું મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટનાની જાણ થતા એરફોર્સનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સાથો સાથ મુંદ્રા પોલીસ પર ઘટના સ્થળે પહોંચી હતી.ઉલ્લેખનીય છે કે, આ પ્લેન ક્રેશ થવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાની તપાસ પ્લેનના બ્લેક બોક્ષ દ્વારા જાણવામાં આવશે.
Recent Story

Popular Story