બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEO: ભારતીય સેનાનું સફળ ટ્રાયલ, IAF C-130J એરક્રાફ્ટે નાઈટ વિઝન ગોગલ્સની મદદથી લેન્ડિંગ કર્યું
Last Updated: 02:18 PM, 23 May 2024
IAF Advanced Landing : ભારતીય વાયુસેનાના નામે વધુ એક વિશેષ સિદ્ધિ નોંધાઈ છે. વાત જાણે એમ છે કે, ભારતીય વાયુસેનાના IAF C-130J એરક્રાફ્ટે પૂર્વીય ક્ષેત્રમાં અદ્યતન લેન્ડિંગ ગ્રાઉન્ડ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરીને સૌને ચોંકાવી દીધા છે. આ લેન્ડિંગની એટલા માટે ચર્ચા થઈ રહી છે કારણ કે તે નાઈટ વિઝન ગોગલ્સની મદદથી લેન્ડ થયું છે. મહત્વનું છે કે, આ પહેલી વાર નથી કે જ્યારે ભારતીય વાયુસેનાના નામે વિશેષ સિદ્ધિ નોંધાઈ હોય.
ADVERTISEMENT
VIDEO: ભારતીય સેનાનું સફળ ટ્રાયલ, IAF C-130J એરક્રાફ્ટે નાઈટ વિઝન ગોગલ્સની મદદથી લેન્ડિંગ કર્યું#IndianAirForce #IAFC130J #IAF #aircraft #carried #NightVision #Goggles #landing #AdvancedLanding #Ground #Easternsector #reels #shorts #india #vtvgujarati
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 23, 2024
Video Source: IAF pic.twitter.com/cfS1KjaKee
આ પહેલા પણ આ એરક્રાફ્ટ નાઈટ વિઝન ગોગલ્સની મદદથી લેન્ડ થઈ ચૂક્યું છે. આ સફળતા 29 એપ્રિલ 2023ના રોજ મળી હતી. ત્યારે હિંસા સામે ઝઝૂમી રહેલા સુદાનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ભારતીય વાયુસેનાએ આ સાહસિક ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન હેઠળ, વાયુસેનાના C-130J વિમાને સુદાનની રાજધાની ખાર્તુમથી લગભગ 40 કિલોમીટર ઉત્તરમાં સ્થિત વાડી સૈયદનામાં એક નાની હવાઈ પટ્ટી પર કોઈપણ નેવિગેશનલ સહાય અથવા લેન્ડિંગ લાઇટ વિના ઉતરાણ કર્યું અને ત્યાંથી 121 લોકોને બચાવ્યા હતા.
ADVERTISEMENT
વધુ વાંચો : 'PoK અન્ય દેશની જમીન લઈ લઈશું આ યુદ્ધનું એલાન?' બોલ્યા TMC ઉમેદવાર લલિતેશ ત્રિપાઠી
જાણો શું કહ્યું ભારતીય વાયુસેનાએ ?
ADVERTISEMENT
ભારતીય વાયુસેના પણ આ સંપૂર્ણ સફળતાથી ખૂબ જ ઉત્સાહિત છે. તેણીએ ટ્વિટર પર લખ્યું, બીજી એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કરીને, #IAF C-130J એરક્રાફ્ટે પૂર્વ સેક્ટરમાં અદ્યતન લેન્ડિંગ ગ્રાઉન્ડ પર ઉતરાણ કરવામાં નાઇટ વિઝન ગોગલ્સ મદદરૂપ બન્યા. ભારતીય વાયુસેના ઓપરેશનલ પહોંચ અને સંરક્ષણ સજ્જતા વધારીને રાષ્ટ્રની સુરક્ષા માટેની તેની પ્રતિબદ્ધતાને મજબૂત કરતી વખતે તેની ક્ષમતાઓનું સતત વિસ્તરણ કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.