બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / IAF Announces Rs 5 Lakh Reward for Information on Missing AN-32

જાહેરાત / ગુમ થયેલા વિમાન AN-32ની માહિતી આપનારને મળશે ઇનામ

vtvAdmin

Last Updated: 08:59 AM, 9 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા છ દિવસથી ચાલી રહેલી શોધખોળ છતાં વાયુસેનાના વિમાન AN-32 વિમાનની કોઇ જાણકારી પ્રાપ્ત થઇ રહી નથી. આ વચ્ચે વાયસેનાએ આ વિમાનને લઇને કોઇપણ પ્રકારની સચોટ જાણકારી આપનારને 5 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે.

ડિફેન્સ પીઆરઓ વિંગ કમાન્ડર રત્નાકર સિંહે શિલોંગમાં જણાવ્યું કે એર માર્શલ આરડી માથૂર, AOC ઇન કમાન્ડ, ઇસ્ટર્ન એર કમાન્ડે 5 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે લાપતા AN-32 વિમાનની સચોટ જાણકારી આપનાર વ્યક્તિ કે સમૂહને આ ઇનામ આપવામાં આવશે.

આ નંબરો પર આપી શકો છો સૂચના
વિંગ કમાંન્ડર રત્નાકરે જણાવ્યું કે લાપતા વિમાનના લોકેશન અંગેની સૂચના આ  નંબર પર આપી શકો છે. ઉલ્લેખનીય છે કે વાયુસેના પોતાના લાપત્તા વિમાનની શોધ માટે દરેક પ્રકારના પ્રયત્ન કરી રહ્યું છે.
0378-3222164, 9436499477, 9402077267, 9402132477

ઉલ્લેખનીય છે કે, લાપતા થયેલા વિમાન AN 32 એ અસમના જોરહાટ માટે અરૂણાચલ પ્રદેશના શિ યોમી જિલ્લાના મેચુકા એડવાન્સ્ડ ગ્રાઉન્ડથી ઉડાન ભરી હતી. વાયુસેનાનું વિમાન AN 32 છેલ્લા છ દિવસથી લાપત્તા છે. ત્યારે વાયુસેના લાપતા વિમાનને શોધવા માટે આકાશ પાતાળ એક કરી રહી છે. જો કે હજુ સુધી વિમાન ન મળતા વાયુસેનાએ ઈનામની જાહેરાત કરી છે.

વાયુસેનાએ લાપતા વિમાનની માહિતી આપનારાને રૂપિયા પાંચ લાખના ઈનામની જાહેરાત કરી છે. ડિફેન્સ પીઆરઓ વિંગ કમાન્ડર રત્નાકર સિંહે કહ્યું કે, એર માર્શલ આર ડી માથુર, AOC ઈન કમાન્ડ, ઈસ્ટર્ન એર કમાન્ડે રૂપિયા પાંચ લાખના ઈનામની જાહેરાત કરી છે.

લાપતા વિમાન AN 32ની માહિતી આપનારા વ્યક્તિ  કે સમુદાયને આ ઈનામ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ચાલકદળના 8 અને 5 યાત્રીઓ સહિત કુલ 13 લોકો વિમાનમાં સવાર હતા. હજુ પણ લાપતા વિમાનને શોધવા સતત પ્રયાસ ચાલુ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

AN 32 Aircraft AN-32 IAF Indian air force National News information missing Announcement
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ