બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / IAF agniveer recruitment 2022 here is the process of registration

અગ્નિપથ યોજના / દેશની સેવા માટે બનવું છે અગ્નિવીર? સ્ટેપ બાય સ્ટેપ સમજો કઈ રીતે કરશો રજીસ્ટ્રેશન

MayurN

Last Updated: 02:54 PM, 26 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં ચાલી રહેલા ઘણા તોફાનો વચ્ચે અગ્નિવીરની ભરતીની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. ત્યારે 23 વર્ષની ઉમર સુધીના લોકો આ માટે આવેદન કરી શકશે.

  • અગ્નિવીરની પ્રથમ બેચ માટે નોંધણી શરૂ
  • ઓફિશિયલ સાઈટ પરથી આવેદન કરી શકાશે 
  • આ વર્ષે 23 વર્ષ સુધીની ઉમરના લોકો આવેદન કરી શકશે 

પહેલી બેંચ માટે આવેદન શરુ
ભારતીય વાયુસેના (IAF) માટે નવી સૈન્ય અગ્નિપથ યોજનાના અગ્નિવીરની પ્રથમ બેચ માટે નોંધણી શરૂ થઈ ગઈ છે. ભરતી માટેની ઓનલાઇન પરીક્ષા 24  જુલાઈએ  લેવામાં આવશે. અનેક રાજ્યોમાં હિંસક વિરોધ પ્રદર્શનના એક સપ્તાહ બાદ 24 જૂનથી અગ્નિવરની પ્રથમ બેચ માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ હતી, જે 05 જુલાઈ સુધી ચાલશે. પ્રથમ બેચની નોંધણી ડિસેમ્બર સુધીમાં કરવામાં આવશે અને તાલીમ ૩૦ ડિસેમ્બર સુધીમાં શરૂ થશે. 

IAF અગ્નિવીર 2022 રજિસ્ટ્રેશન કરવાના સ્ટેપ્સ 
સ્ટેપ 1: ઓફિશિયલ વેબસાઇટ agnipathvayu.cdac.in પર જાઓ.
સ્ટેપ 2: હવે ઓનલાઇન અરજી કરવા માટે લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3: નવા રજિસ્ટ્રેશનની લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 4: હવે તમારું નામ, માતા-પિતાનું નામ, ઇમેઇલ આઇડી વગેરે એન્ટર કરો.
સ્ટેપ 5: મોબાઇલ નંબર રજિસ્ટર કરો અને લોગિન આઇડી જનરેટ કરો.
સ્ટેપ 6: હવે આઇડી અને ઓટીપી સાથે લોગઇન કરો અને ફોર્મ ભરો.
સ્ટેપ 7: અરજી ફી તરીકે 250 રૂપિયા જમા કરો.
સ્ટેપ 8: ભરેલા ફોર્મની એક નકલ તમારી પાસે સેવ કરો લો.

નોંધણી ચાલુ થઇ ગઈ છે
ભારતીય વાયુસેનાએ ટ્વીટ કર્યું, "#Agniveervayu માટે અરજી કરવા માટેની નોંધણી વિંડો 24 તારીખે સવારે 10 વાગ્યાથી કાર્યરત છે." 14 જૂને અગ્નિપથ યોજનાનું અનાવરણ કરતી વખતે, સરકારે કહ્યું હતું કે સાડા 17 થી 21 વર્ષની વય જૂથના યુવાનોને ચાર વર્ષની મુદત માટે સામેલ કરવામાં આવશે. અને તેમાંથી 25 ટકા લોકોને કાયમી માટે રાખવામાં આવશે.

દેશમાં ઘણી જગ્યાએ પ્રદર્શન પણ થયેલું
દેશના ઘણા ભાગોમાં આ યોજના સામે હિંસક વિરોધ પ્રદર્શન થયા હતા. કેટલાક વિરોધ પક્ષો અને લશ્કરી નિષ્ણાતોએ આ યોજનાની ટીકા કરતા કહ્યું હતું કે તેનાથી સશસ્ત્ર દળોની ઓપરેશનલ ક્ષમતાઓ પર પ્રતિકૂળ અસર પડશે. સરકારે 16 જૂને આ યોજના હેઠળ ભરતી માટેની ઉપલી વયમર્યાદા 21 થી વધારીને 23 વર્ષ કરી હતી. અગ્નિપથ યોજના હેઠળ ભરતી થયેલા લોકોને 'અગ્નિવીર' કહેવામાં આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

IAF agneepath recruitment scheme agniveer bharti online registration agniveer scheme
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ