Team VTV06:14 PM, 15 Aug 21
| Updated: 06:23 PM, 15 Aug 21
સમુદ્રમાં ચીનની દાદાગીરી પર અંકુશ રાખવા અને પાકિસ્તાનના દુષ્ટ ઈરાદાઓને ધ્વસ્ત કરવા માટે ભારતીય નેવીએ સમુદ્રમાં તરતુ એક ખતરનાક એરફીલ્ડ તૈયાર કરી લીધુ છે.
સમુદ્રમાં ચીનની દાદાગીરીને અંકુશમાં રાખવા ભારતની નવી ક્રાંતિ
ભારતીય નેવીએ સમુદ્રમાં તરતુ ખતરનાક એરફીલ્ડ તૈયાર કર્યુ
ભારતનું પ્રથમ સ્વદેશી જહાજ આઈએસી વિક્રાંત તૈયાર છે. આગામી વર્ષ સુધી સ્વદેશી વિમાનવાહક જહાજ આઈએસી વિક્રાંત નેવીમાં સામેલ થઈ જશે. આ જહાજથી ચીનને સૌથી વધારે તકલીફ એ વાતની છે કે તેનો 70 થી 80 ટકા એનર્જી વેપાર દરિયાઈ સરહદથી જાય છે. એવામાં ભારત જ્યારે ઈચ્છે ત્યારે તેને અટકાવી શકે છે. જ્યારે પાકિસ્તાન સાથે લડવા માટે અરબ સાગરમાં ભારતીય નેવીની યુદ્ધ સેના તૈનાત છે, પરંતુ બંગાળની ખાડી અને હિંદ મહાસાગરના વિસ્તારમાં પોતાના વર્ચસ્વને જાળવી રાખવા માટે ટૂંક સમયમાં એક નેવી ગ્રુપ તેનાત કરવામાં આવશે.
આઈએસી વિક્રાંત એરક્રાફ્ટ પાણી પર તરતુ જહાજ
આઈએસી વિક્રાંત એરક્રાફ્ટ પાણી પર તરતુ જહાજ છે. એટલે આ લડાઈ લડવા માટે મુખ્ય રીતે કામ આવતુ નથી. આઈએસી વિક્રાંત પાસે કોઈ પણ દુશ્મન પર હુમલો કરવા માટે કોઈ મોટી મિસાઈલ હોતી નથી. આ જહાજ દુશ્મનની મિસાઈલથી પોતાને બચાવવા માટે ક્લોજ ઈન વેપન સિસ્ટમથી સજ્જ છે. જે કોઈ પણ શોર્ટ રેન્જ મિસાઈલ અથવા દુશ્મનના યુદ્ધ જહાજના બહારની સુરક્ષા કવચને તોડીને વિમાનવાહક જહાજની તરફ આગળ વધી રહ્યું છે તો તેને પણ તોડી શકે છે.
IAC-1 વિક્રાંતની તાકાત અને ખાસિયતો
વિક્રાંતમાં 32 ટ્યુબવાળું 2 વર્ટિકલ લોન્ચિંગ સિસ્ટમ લગાવેલુ છે. આ એક એડવાન્સ્ડ મિસાઈલ ફાયરિંગ સિસ્ટમ છે. આ લાંબા અંતર સુધી ફાયર કરનારી મિસાઈલને પણ દૂર કરી શકે છે. જેની રેન્જ અડધા કિલોમીટરથી લઈને 150 કિલોમીટર સુધી છે. આ સિવાય ચાર ઓટોબ્રેડા 76mm ગન અને 4 ક્લોઝ ઈન વેપન સિસ્ટમથી સજ્જ છે, આ સિસ્ટમ કોઈ પણ દુશ્મનની મિસાઈલને જહાજ પર મારતા પહેલાં જ તબાહ કરી નાખે છે. આ યુદ્ધ જહાજમાં 36 થી 40 વિમાન તેનાત કરી શકાય છે.