ભારત એટલે દુનિયાના બીજા સૌથી વધારે જનસંખ્યાવાળા દેશની નેશનલ ટીમમાં રમવું આસાન નથી. આ વાત સાઉથ આફ્રિકાના પૂર્વ સ્ટાર ક્રિકેટર એબી ડિવિલિયર્સ કહે છે.
AB de Villiersની ભારતીય ટીમમાં રમવા પર ટીપ્પણી
ટીમ ઇન્ડિયામાં રમવા માટે સ્પેશીયલ બનવું જ પડે
2008થી IPL રમી રહ્યા છે ડિવિલિયર્સ
AB de Villiers: ભારતીય નેશનલ ક્રિકેટટીમમાં યુવા પ્લેયર માટે જગ્યા બનાવવી કેટલી મુશ્કેલ હોય છે, એ કહેવું આસાન નથી. સવા સો કરોડની આબાદી તથા દુનિયાના બીજા સૌથી વધારે જનસંખ્યાવાળા દેશની નેશનલ ટીમમાં રમવું આસાન નથી. આ વાત અમે નહિ, પરંતુ સાઉથ આફ્રિકાના પૂર્વ સ્ટાર ક્રિકેટર એબી ડિવિલિયર્સ કહે છે.
એબી ડિવિલિયર્સ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ટીમ રોયલ ચેલેન્જર્સ બેન્ગ્લુરું (RCB)ના પોડકાસ્ટમાં આ વાત કહે છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવું એ તેમનું સપનું જ રહી ગયું હોત. ડિવિલિયર્સ કહે છે કે ભારતીય ખેલાડીઓનું સમ્માન વધારે થવું જોઈએ, કેમકે ટીમ ઇન્ડિયામાં જગ્યા બનાવવી આસાન નથી.
ટીમ ઇન્ડિયામાં રમવા માટે સ્પેશીયલ બનવું જ પડે
એબી ડિવિલિયર્સ કહે છે કે હું ગયા 15 વષોથી IPL ક્રિકેટ, ભારતીય દર્શકો તથા ઇન્ડિયન લોકોની કામ કરવાની રીતોનો અનુભવ કરતો આવ્યો છું. આ મારું સૌભાગ્ય રહ્યું છે. સાફ છે કે, ભારતમાં જન્મ લેવો તથા ઉછરવું ખૂબ જ દિલચસ્પ છે. કોણ જાણે છે કે જો હું ભારતમાં જનમ્યો હોત, તો કદાચ નેશનલ ટીમમાં ન રમી શક્યો હોત. ભારતીય ટીમમાં શામેલ થવું અત્યંત મુશ્કેલ કામ છે. આ માટે તમારે સ્પેશીયલ પ્લેયર બનવું જ પડે.
2008થી IPL રમી રહ્યા છે ડિવિલિયર્સ
એબી ડિવિલિયર્સ અત્યાર સુધી IPLમાં 184 મેચ રમી ચુક્યા છે, જેમાં 39.70 ની સરેરાશે 5162 રન તેમણે બનાવ્યા છે. તેઓ ટુર્નામેન્ટમાં ડેવિડ વોર્નર બાદ સૌથી વધારે રન બનાવવાવાળા બીજા વિદેશી પ્લેયર છે. ડિવિલિયર્સ IPL પહેલા એટલે કે 2008 સીઝનથી સતત ટુર્નામેન્ટ રમી રહ્યા છે. ડિવિલિયર્સને આ વખતે આરબીસી ટીમે રિલીઝ કર્યા છે. હવેની સિઝનમાં નવી ટીમમાં રમતા જોવા મળી શકે છે.
સૌથી વધારે કમાણીના મામલામાં ટોપ-5 માં ડિવિલિયર્સ એકલા વિદેશી ખેલાડી છે. સાઉથ આફ્રિકાના આ પ્લેયરે ટુર્નામેન્ટથી અત્યાર સુધી 102 કરોડ, 51 લાખ, 65 હજાર રૂપિયાની કમાણી કરી છે.