I will join the party which will work for the society, will work for the people, big statement of Naresh Patel
મોટું નિવેદન /
હું એ પક્ષમાં જોડાઇશ જે સમાજ માટે કામ કરશે , લોકો માટે કામ કરશે, નરેશ પટેલનું મોટું નિવેદન
Team VTV01:36 PM, 01 May 22
| Updated: 01:38 PM, 01 May 22
જામનગરમાં એક ધાર્મિક કાર્યક્રમમાં નરેશ પટેલે કહ્યુ હતું કે, હું એક સામાજિક કાર્યકર્તા છું, રાજનીતિમાં જોડાવવા અનેક સમીકરણો ધ્યાને લેવા પડે છે,ટૂંક સમયમાં રાજનીતિમાં જોડાઈશ.
રાજનીતિ અંગે નરેશ પટેલનું નિવેદન
આગામી દિવસોમાં રાજનીતિમાં જોડાઇશ
સમીકરણોને ધ્યાને લઇ જોડાઇશ
હું એ પક્ષમાં જોડાઇશ જે સમાજ માટે કામ કરશે , લોકો માટે કામ કરશે -નરેશ પટેલ
નરેશ પટેલનું રાજનીતિમાં પ્રવેશને લઈને વિવિધ અટકળો વચ્ચે જામનગર ખાતે યોજાયેલા એક ધાર્મિક કાર્યક્રમમાં નરેશ પટેલે રાજનીતિમાં પ્રવેશવા અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, હું એક સામાજિક કાર્યકર્તા છું. રાજનીતિમાં જોડાવવા અનેક સમીકરણો ધ્યાને લેવા પડે. હું ટૂંક સમયમાં રાજનીતિમાં જોડાઇશ તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હું એ પક્ષમાં જોડાઇશ, જે સમાજ માટે કામ કરશે, લોકો માટે કામ કરશે તેમણે પ્રશાંત કિશોરનો નિર્ણય પ્રતિ ક્રિયા આપતાં જણાવ્યું હતું કે, તે તેમનો અંગત નિર્ણય હોઇ શકે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 1, 2022
ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો
ઉલ્લેખીય છે કે, જામનગરમાં આજથી ધારાસભ્ય ધર્મેન્દ્ર સિંહ જાડેજા દ્વારા ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ જ્ઞાન સપ્તાહની પોથી યાત્રામાં નવા રાજકીય સમીકરણના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. મહત્વનું છે કે, પોથી યાત્રા દરમિયાન ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, વરુણ પટેલ, અલ્પેશ ઠાકોર એક જ રથમાં સવાર જોવા મળતાં ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો વ્યાપી ગયો છે. આ પ્રસંગે આર.સી.ફળદુ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પણ ઉપસ્થિત રહ્યાં હતાં.