બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / I will have sex with 10 men in front of you,Wife Husband did something about this that you will be shocked to know

છત્તીસગઢ / તમારી સામે 10 પુરુષો સાથે શારીરિક સંબઘ બાંધીશ, પત્ની આ વાત પર પતિએ કર્યુ કંઈક એવું જે જાણી તમે ચોંકી જશો

ParthB

Last Updated: 09:08 PM, 11 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છત્તીસગઢના બેમેતરાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક પતિએ પત્નીની હત્યા કરી દીધી.

  • આરોપી પતિએ ગુસ્સામાં આવીને પત્નીનું ગળું દબાવીને હત્યા કરી 
  • હત્યાને આત્મહત્યા ખપાવા આરોપીએ મૃતદેહને ફંદો લગાવી છત પર લટકાવી  
  • અપરાધ કબૂલ કર્યા બાદ આરોપી પતિને કોઈ અફસોસ ન હતો

છત્તીસગઢના બેમેતરાથી એક ચોંકાવનારો કિસ્સો સાંભળીને તમે હેરાન રહી જશો. જ્યાં એક પતિએ પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જેનું કારણ જાણીને તમે દંગ રહી જશો. 

શું છે સમગ્ર મામલો 

છત્તીસગઢના બેમેતરાના સેમરિયા ચોકી ખંડસરાના એક વ્યક્તિએ બે મહિના પહેલા તેની પત્ની વિરૂદ્ધ રિપોર્ટ દાખલ કર્યો હતો.આ રિપોર્ટમાં તેણે કહ્યું હતું કે, તે પોતાની પત્ની સાથે કમાણી કરવા માટે લખનઉ ગયો હતો. લખનઉમાં તેણે પોતાની પત્નીને એક દિવસ એક વ્યક્તિ સાથે ખોટું કામ કરતાં જોઈ હતી.જેના કારણે બંને વચ્ચે ખૂબ મોટો ઝઘડો થયો હતો. 

આરોપી પતિએ ગુસ્સામાં આવીને પત્નીનું ગળું દબાવીને હત્યા કરી 

જે બાદ 5 જુલાઈએ બંને લખનઉથી ટ્રેન દ્વારા દુર્ગ આવ્યા હતાં ત્યારબાદ  6 ઠ્ઠી જુલાઈએ બેમેતરા પહોંચ્યા હતાં.જ્યાં પતિએ છૂટાછેડા લેવાની કવાયત શરૂ કરી હતી.જે બાદ 7 જુલાઈએ બપોરે દોઢ વાગ્યાની અરસમાં બંને વચ્ચે ફરી ઝઘડો થયો હતો. જે બાદ પત્નીએ પતિને કહ્યું તું મને છુટાછેડા આપી દે, હું આ ઘરમાં તારી સામે 10 પુરુષોને બોલાવી શારીરિક સંબંધ બાંધીશ. આ સમયે આરોપી પતિએ ગુસ્સામાં આવીને પત્નીનું ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. 

હત્યાને આત્મહત્યા ખપાવા આરોપીએ મૃતદેહને ફંદો લગાવી છત પર લટકાવી  

હત્યાને આત્મહત્યા જેવી દેખાડવા માટે પત્નીના મૃતદેહને પોતાના રૂમમાં ખેંચી તેના ગળામાં સાડીનો ફંદો લગાવી દીધો હતો. અને લાશને છતના પંખમાં લટકાવી દીધી હતી. આ પછી આરોપી પતિ પોલીસ ચોકી ખંડસરામાં આવ્યો હતો અને પત્નીએ આત્મહત્યા કરવાની કહાની રચી હતી. પરંતુ તે પોતાના જ નિવેદન પર ફસાયો હતો. પોલીસે જણાવ્યું કે તેના નિવેદન પર ઘણી વખત વિરોધાભાસ સામે આવ્યો હતો. જેને લઈને પોલીસને શક થતાં આખરે પોલીસે સખતાઈથી પુછપરછ કરતાં પતિએ તેનો ગુનો કબૂલી લીધો. 

અપરાધ કબૂલ કર્યા બાદ આરોપી પતિને કોઈ અફસોસ ન હતો

પોલીસે કહ્યું કે, અપરાધ કબૂલ કર્યાબાદ આરોપી પતિને કોઈ આ મામલે કોઈ અફસોસ ન હતો.તેણે કહ્યું હતું કે, ચરિત્રહીન પત્નીને આ જ રીતે પાઠ ભણાવવામાં આવે છે. તેથી તેણે જે કર્યું છે તેનો તેને કોઈ અફસોસ નથી. પોલીસે કહ્યું કે, પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને તમામ પુરાવા એકઠા કરવામાં આવી રહ્યાં છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Husband Wife chhattisgarh murder છત્તીસગઢ પતિ પત્ની હત્યા Murder
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ