Tuesday, July 16, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ચૂંટણી / મરી જઈશ પરંતુ નરેન્દ્ર મોદીને આ બાબતે અપમાનિત નહીં કરુંઃ રાહુલ ગાંધી

મરી જઈશ પરંતુ નરેન્દ્ર મોદીને આ બાબતે અપમાનિત નહીં કરુંઃ રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજરોજ કહ્યું હતું કે, મરી જઇશ પરંતુ વડાપ્રધાન મોદીના માતા-પિતાનું અપમાન નહીં કરું. આવું એટલા માટે કારણ કે, તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા ભારતીય જનતા પાર્ટી સાથે નથી. આ સાથે જ તેમણે આરોપ લગાવ્યો કે, વડાપ્રધાન મોદી કોંગ્રેસ પરિવારને નફરત કરે છે પરંતુ તેઓ PM ના પરિવારજનો માટે આવી લાગણી નથી રાખતા.

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ વધારામાં કહ્યું કે, કોંગ્રેસ PM મોદીને પ્રેમની રીતથી હરાવશે. આપને જણાવી દઇએ કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની આ ટિપ્પણી ત્યારે સામે આવી હતી જ્યારે વડાપ્રધાન મોદીએ એક ચૂંટણી સભાને સંબોધન કરતી વખતે રાહુલના પિતા રાજીવ ગાંધીને ભ્રષ્ટાચારી નં-1 ગણાવ્યા હતા.

Rahul Gandhi

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મોદીજી નફરત સાથે વાત કરે છે, મારા પિતા, દાદી અને પરદાદાનું અપમાન કરે છે. પરંતુ હું મારા જીવન દરમિયાન ક્યારેય તેમના માતા-પિતાનું અપમાન નહીં કરું. હું મરી જઇશ પરંતુ ક્યારેય પણ તેમના માતા-પિતાનું અપમાન થાય તેવી ટિપ્પણી નહીં કરું.

PM મોદીના રડારવાળા નિવેદન અંગે કરી મજાક
મધ્યપ્રદેશનાં નીમચમાં ચૂંટણી સભાને સંબોધિત કરતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં રડારવાળા નિવેદન પર મજાક કરતા કહ્યું કે, મોદીજી શું જ્યારે પણ ભારતમાં વરસાદ થાય છે, તોફાન આવે છે, ત્યારે જ તમામ વિમાન રડારથી ગાયબ થઇ જાય છે. આ સિવાય રાહુલે કેરી ખાવાથી લઇને પીએમ મોદીનાં ગઇ વખતનાં નિવેદન પર પણ મજાક કરી.

નીમચની રેલીમાં મંગળવારનાં રોજ રાહુલ ગાંધીએ કહ્યું કે, 'મોદીજીએ બાલાકોટ સ્ટ્રાઇકથી પહેલાં અધિકારીઓ અને એર ચીફને જણાવ્યું કે, ખરાબ વાતાવરણથી ફાયદો થશે કેમ કે રડાર એરક્રાફ્ટને દેખી નહીં શકે. નરેન્દ્ર મોદીજી, જ્યારે પણ ભારતમાં વરસાદ થાય છે, તોફાન આવે છે. 

PM Modi

તો શું તમામ વિમાન રડારથી ગાયબ થઇ જાય છે.' પીએમ મોદીએ એક ટીવી ચેનલને આપેલ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, બાલાકોટ એર સ્ટ્રાઇક દરમ્યાન વાયુસેનાનાં અધિકારીઓને ખરાબ વાતાવરણ છતાં પણ કાર્યવાહી કરવા માટે કહ્યું કેમ કે ત્યારે રડાર એરક્રાફ્ટને ટ્રેક ન હોતું કરી શકતું.

કેરીવાળા નિવેદન વડાપ્રધાન મોદીને કરી ટકોર
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રીનાં કેરી ખાવવાનાં નિવેદન પર કહ્યું કે, મોદીજીએ કેરી ખાવાનું શિખવાડી દીધું, કુર્તો કાપાવાનું શીખવાડી દીધું, હવે આપ એ પણ જણાવી દો કે આપે 5 વર્ષમાં દેશનાં બેરોજગાર યુવાઓ માટે શું કર્યુ. રાહુલે કહ્યું કે, જનતા માલિક છે અને અમે શિખવાડતા નથી શિખવાડીએ છીએ. અમે નરેન્દ્ર મોદીની જેમ માલિક નથી, અમે કેરી ખાવાનું નહીં શીખવાડીએ.

પ્રધાનમંત્રી મોદીએ વીતેલા દિવસોમાં અભિનેતા અક્ષયકુમારને ઇન્ટરવ્યૂ આપતા જણાવ્યું હતું કે, તેઓને બાળપણમાં કેરી ખાવાનું પસંદ હતું પરંતુ ગરીબીને કારણથી તેમની માટે આવું કરવું શક્ય ન હોતું. તેઓ સામાન્ય રીતે કોઇનાં બગીચામાંથી કેરી તોડીને ખાઇ લેતા હતાં.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ