I want my son to take drugs, girls run away: Shah Rukh's old statement after Aryan's detention under discussion
નિવેદન /
હું તો ઈચ્છું છું કે મારો દીકરો ડ્રગ્સ લે, છોકરીઓ પાછળ ભાગે: આર્યનની અટકાયત બાદ શાહરુખનું જૂનું નિવેદન ચર્ચામાં
Team VTV02:25 PM, 03 Oct 21
| Updated: 02:32 PM, 03 Oct 21
શાહરૂખ ખાનના પુત્ર આર્યનને નોર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. ત્યારે આર્યનની અટકાયત બાદ શાહરુખનું જૂનું નિવેદન ચર્ચામાં આવ્યું છે
મજાકમાં પોતાના પુત્ર માટે ઘણી ચોંકાવનારી વાતો કહી
શાહરૂખ ખાને આર્યન વિશે આ વસ્તુઓ કહી હતી
આ શોમાં શાહરૂખ અને ગૌરી સાથે પહોંચ્યા હતા
મજાકમાં પોતાના પુત્ર માટે ઘણી ચોંકાવનારી વાતો કહી
શાહરૂખ ખાનના પુત્ર આર્યનને નોર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ પાર્ટી શનિવારે મોડી રાત્રે મુંબઈમાં ક્રુઝ પર જઈ રહી હતી. જ્યાં NCB એ દરોડો પાડ્યો હતો. આ કેસમાં આર્યન ખાનનું નામ સામે આવતાં જ તેણે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન શાહરૂખ ખાનનો એક જૂનો ઈન્ટરવ્યુ વાયરલ થઈ રહ્યો છે. શાહરુખ તેની સેન્સ ઓફ હ્યુમર માટે જાણીતો છે. તે મજાકમાં પોતાના પુત્ર માટે ઘણી ચોંકાવનારી વાતો કહે છે.
આ શોમાં શાહરૂખ અને ગૌરી સાથે પહોંચ્યા હતા
શાહરૂખ ખાન અને ગૌરી ખાન રેન્ડેઝવસ વિથ સિમી ગરેવાલ સાથે આવ્યાં હતાં.આ શોમાં શાહરૂખ કહે છે કે, આર્યનનો જન્મ તેના માટે એક અલગ લાગણી લાવ્યો છે. જ્યારે તેને તેના પુત્રના ઉછેર પર પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ત્યારે તેણે કહ્યું હતું કે, આર્યને તે બધુ કરવું જોઈએ જે તે તેની કિશોરઅવસ્થામાં ન કરી શકે
શાહરૂખ ખાને આર્યન વિશે આ વસ્તુઓ કહી હતી
આ શોમાં શાહરૂખ ખાને વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે 3-4 વર્ષનો થશે, ત્યારે હું તેને કહીશ કે તે છોકરીઓની પાછળ દોડી શકે છે. ડ્રગ લઈ શકે છે. સેક્સ કરી શકે છે. વહેલું શરૂ કરવું સારું છે. તેણે તે કરવું જોઈએ જે મેં નથી કર્યું . તે તદ્દન બગડેલું બાળક હશે. જો તે સારો છોકરો બને તો આ ઘરથી દૂર રહે. હું ઈચ્છું છું કે, મારી સાથે કામ કરનારા લોકો કે જેની પાસે પુત્રીઓ છે. તે અંગે ફરિયાદ કરે. આપને જણાવી દઈએ આર્યન 23 વર્ષનો છે. અને તેણે આ વર્ષે ફિલ્મ નિમાર્ણનો અભ્યાસ પૂરો કર્યો છે.
NCB એક્શનમાં છે
NCB એ મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝ શિપમાં ચાલતી ડ્રગ પાર્ટીનો પર્દાફાશ કર્યો હતો. મોટી કાર્યવાહી કરતા NCB એ લગભગ 8 લોકોની અટકાયત કરી છે. આ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં પ્રખ્યાત અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યનની પણ અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી છે.